Not Set/ કેન્દ્ર સરકાર કોરોના સંકટ વિરુદ્ધ લડાઈમાં બીજા મોટા પેકેજની કરી શકે છે જાહેરાત

કોરોના વાયરસનાં ચેપને ધ્યાનમાં રાખીને દેશમાં 21 દિવસનો લોકડાઉન છે. આ લોકડાઉન લગભગ દરેક ક્ષેત્રને અસર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવા સમાચાર છે કે, કેન્દ્ર સરકાર કોરોના સામેનાં યુદ્ધમાં આ સમસ્યાઓનો સામનો કરવા માટે બીજા મોટા પેકેજની જાહેરાત કરી શકે છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવા સરકાર ટૂંક સમયમાં 1 લાખ કરોડનાં પેકેજની […]

India

કોરોના વાયરસનાં ચેપને ધ્યાનમાં રાખીને દેશમાં 21 દિવસનો લોકડાઉન છે. આ લોકડાઉન લગભગ દરેક ક્ષેત્રને અસર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવા સમાચાર છે કે, કેન્દ્ર સરકાર કોરોના સામેનાં યુદ્ધમાં આ સમસ્યાઓનો સામનો કરવા માટે બીજા મોટા પેકેજની જાહેરાત કરી શકે છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવા સરકાર ટૂંક સમયમાં 1 લાખ કરોડનાં પેકેજની જાહેરાત કરી શકે છે.

બે અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ પહેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 1.7 લાખ કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીએ કહ્યું કે, બીજુ પેકેજ વ્યાપકપણે એમએસએમઇ પર કેન્દ્રિત થઈ શકે છે. વળી, અધિકારીએ કહ્યું કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, મોટી કંપનીઓ માટે એક અલગ પેકેજની જાહેરાત કરી શકાય છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર બીજા પેકેજમાં મેન્યુફેક્ચરિંગ, એવિએશન અને એમએસએમઇ સેક્ટર જેવા કે ટેક્સ છૂટ અને સરળ વ્યાજ શરતી લોન જેવી જાહેરાત કરી શકાય છે. દેશમાં કોરોના વાયરસનાં વધતા ચેપથી ઉદ્યોગોને અસર થઈ છે. લોકડાઉનને કારણે બધું જ સ્થિર થઈ ગયું છે, જેને ધ્યાનમાં રાખીને નિર્મલા સીતારામણે 1.7 લાખ કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી.

મજૂરો, ગરીબ અને વેપારીઓના ખાવાની સાથે તેમના ખાતામાં પૈસાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સરકારે ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિનાનાં મફત સિલિન્ડરની જાહેરાત કરી હતી. આવતા ત્રણ મહિના સુધી તેઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. જણાવી દઇએ કે, દેશભરમાં કોરોના વાયરસનો ચેપ વધી રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 5000 થી વધુ થઈ ગઈ છે જ્યારે દેશભરમાં કોરોના વાયરસને કારણે 149 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.