ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે રોજબરોજ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોમાં ટિકિટની મથામણને લઇ અલગ-અલગ સમીકરણો સામે આવી રહ્યા છે. ટિકિટનું મંથનને લઇ તમામ પાર્ટીઓ દ્વારા બેઠકોનો દોર ચાલુ રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી વિધાનસભાની ચુંટણીના ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર કરી શકે છે.
કોંગ્રેસ દ્વારા પહેલા ૮૯ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે, ત્યારે આ અંગે અંતિમ ફેસલો દિલ્લીમાં મળેલી કોંગેસ સમિતિની બેઠકમાં થઇ શકે છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી હાલ “વેઇટ એન્ડ વોચ” ના મૂળમાં જણાઈ રહી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોંગેસ સમિતિની બેઠકમાં વિધાનસભા ચુંટણીની તમામ ૧૮૨ બેઠક અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આજે સાંજ સુધી ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે.
