Not Set/ કેવી રહેશે આપની 06/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 6 જુલાઈ 2020, સોમવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ચંદ્રગ્રહણની વિગત – આ માંદ્ય ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું નથી. આજે ગ્રહણસ્પર્શ સવારે 8.57 મિનિટે થશે. ગ્રહણમધ્ય સવારે 10.00 કલાકે અને ગ્રહણમોક્ષ જે 11.22 મિનિટે થશે. * મેષ (અ,લ,ઈ) –   આવતીકાલે ઘર સંબંધી […]

Uncategorized
23f1cd25dc2c372652a8be03aa2fe6f0 4 કેવી રહેશે આપની 06/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 6 જુલાઈ 2020, સોમવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

ચંદ્રગ્રહણની વિગત – આ માંદ્ય ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું નથી. આજે ગ્રહણસ્પર્શ સવારે 8.57 મિનિટે થશે. ગ્રહણમધ્ય સવારે 10.00 કલાકે અને ગ્રહણમોક્ષ જે 11.22 મિનિટે થશે.

* મેષ (અ,લ,ઈ)  આવતીકાલે ઘર સંબંધી કોઈ સમાચાર મળી શકે છે. તમારું જૂનું અટકેલું કાર્ય આજે પૂર્ણ થઈ જાય તેવું દર્શાવે છે. કોઈ વૃદ્ધ દ્વારા આપનું કાર્ય સિદ્ધ થતું જણાય છે. ઘર પરિવારમાં આજે આનંદનું વાતાવરણ સર્જાય તેવી પૂર્ણ શક્યતાઓ છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) –  આજે પારિવારીક સફળતાનો આનંદ તમને મળે. તમારી મનોકામના આજે સિદ્ધ થાય. તમારા સહકર્મચારીઓ તરફથી તમને શુભ સંકેત મળે. શુભપ્રવાસ આજે થવાની શક્યતા દર્શાવે છે. તમારા ઈષ્ટદેવના મંદિરે આજે તમને દર્શન કરવાની ઇચ્છા થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – વધુ પડતો વિચાર કરશો તો આજે તમે નકારાત્મકતાને વશ થઈ જશો. તમને એમ થશે કે હજુ કોઈ વધુ ફાયદાકારક રહેશે. તમારું નસીબ આજે બે ડગલા પાછળ રહી જાય તેમ દર્શાવે છે. આજે ધન સંબંધી વાતો તમને અકળાવી મૂકનારી બની રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) – આજે તમને જીવનસાથી સંબંધી વિચારો આવી જાય. આજે પરદેશ સંબંધી કાર્યો પણ વધુ પડતા રહે. તમારા ઘરમાં જો કોઈ બિમાર હશે તો આજે હોસ્પિટલ સંબંધી આંટો પણ મારવો પડે તેવી શક્યતા છે. વધુ પડતા આવેશ અને ઉશ્કેરાટથી આજે તમે દૂર રહેશો તો સારૂ છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –   આરોગ્ય સંબંધી જાળવણી કરવાની રહેશે. નોકરી કરતા જાતકો માટે આજે સાવધાનીનો દિવસ છે. તમારા બોસ તરફથી આજે કોઈ ઠપકો મળે તો સાંભળી લેજો. તમારું લાભ સ્થાન પ્રબળ છે પણ જીવનસાથી સાથે પણ સંયમ રાખવો પડશે એ વાત યાદ રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –  આજે નવું ઘર અથવા પરદેશ જવાના કાર્યોમાં પ્રગતિ આવતી જણાય છે. તમારા વિચારો પરદેશ સાથે કંઈક કામકાજ કરવાના હોઈ શકે છે. આજે એકંદરે તમારો દિવસ સફળ રહી શકે છે. તમારા મનમાં આજે પ્રગતિના વિશેષ વિચારો આવશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  આજે જમીન-મકાનના સંદર્ભમાં તેજી જણાય છે. તમારી મુશ્કેલીમાંથી નીકળવાનો તમને કોઈ નવો માર્ગ મળી જાય. જો તમે કોઈ નાણાંભીડમાં અટવાયેલા હશો તો આજે તમને નાણાંકીય સહાય પણ મળી જશે. આજે ભાગ્ય તમને સાથ આપતું જણાય છે માટે તકને ઓળખીને આગળ વધી જજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – આજે આરોગ્યના અનુસંધાનમાં થોડી વધારે સજાગતા રાખજો. ઘરમાં કોઈપણ સમસ્યા હોય તો આજે ઝઘડાનું સ્વરૂપ ન અપાઈ જાય તેનું વધારે ધ્યાન રાખજો. સંબંધોના અનુસંધાનમાં ક્યાંક કોઈ કચાશ દર્શાવે છે માટે ધ્યાન રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –  આજે જે કંઈક ચીજવસ્તુ લેવાની હોય તે યાદ કરીને લઈ લેવી અને ત્યારબાદ જ સ્થાન છોડવું. શક્ય છે કે, આજે તમે વધુ ભૂલકણા થઈ જાવ. કામકાજમાં પણ કોઈપ્રકારની ઉતાવળ ન કરતા. ઉતાવળથી આજે એકનું એક કાર્ય બે-ત્રણ વખત કરવું પડે તેવી પણ શક્યતા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) – આજે નસીબનું ચક્ર ફર્યું છે. આજે તમે જે સાંભળવા ઇચ્છો તે સમાચાર તમને મળી શકે છે. એકંદરે જે નસીબ દ્વારા બગડ્યું હતું તે આજે નસીબ દ્વારા જ સુધરી જતું દેખાય છે. તમારા શત્રુઓ નબળા પડે અને તમારું સર્વ શુભ થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –  આજે વડીલોની સેવા કરવાનો દિવસ જણાય છે. તમારે આજે થોડા વધુ જવાબદાર બનવું પડશે. જો કોઈ કોર્ટકચેરીના કાર્યો ચાલતા હશે તો આજે ચૂકાદો આવી જાય તેવું જણાય છે અથવા તમે કોઈ વધુ નિર્ણાયક તબક્કા ઉપર પહોંચી જાવ તેવું દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –  આજે તમે થોડા વધુ ઉદાર બનશો. સાથે સાથે, તમને જે મળવા પાત્ર હશે તે બધુ નહીં મળી જાય પણ થોડી બાંધછોડ પણ તમારે કરવી પડશે. આજે થોડો ધનવ્યય પણ દર્શાવે છે. જો આજે તમે દાન-ધર્માદો કરશો તો તમારા માટે લાભદાયક રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય આજે સવારે થોડી હળદર નાંખીને ત્રણ ગ્લાસ પાણી પીવું. (તમારે તમારી શક્તિ પ્રમાણે ગ્લાસનું કદ પસંદ કરવું)

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.