Not Set/ કેવી રહેશે આપની 17/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 17 જૂન 2020, બુધવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  કાર્ય કરવાની તમારી શક્તિ વધી જાય. જુદા જુદા અનેક […]

Uncategorized

 દૈનિક રાશિભવિષ્ય (તા. 17 જૂન 2020, બુધવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,લ,ઈ) –  કાર્ય કરવાની તમારી શક્તિ વધી જાય. જુદા જુદા અનેક કાર્યો આજે એક સાથે કરી શકવાની ક્ષમતા વધતી જણાય છે. ધર્મ સંબંધી કાર્યો રહેશે પણ, બપોર પછી ધનપ્રાપ્તિ અંગે તમે સક્રીય થશો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – પ્રવાસના યોગ નિર્માણ પામ્યા છે પણ સવારના ઊઠતાની સાથે જ આરોગ્ય થોડું નબળું જણાય. તમને જોઈએ તેવી સ્ફૂર્તિ ન વર્તાય તેવું બને. ઘરમાં થોડું તણાવનું વાતાવરણ રહે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – ધન સંબંધી કાર્યોમાં થોડી નિષ્ફળતા રહે. આજે મોજશોખમાં ધન વધુ ખર્ચાય તેવું જણાય છે. આરોગ્યના સંબંધમાં થોડું સાચવવું પડશે. સંતાન સંબંધી પ્રશ્નો આજે સર્જાઈ શકે છે. મતભેદમાં તમારે સંયમ રાખવો પડશે. તમારી જીદ્દ તમને ભારે પડી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  ઘર સંબંધી કાર્યો આજે થશે. માતા માટે આજે કંઈક ખર્ચ થઈ શકે છે. તમારા મિત્રવર્તુળમાં આજે તમારા સંબંધ સારા રહેશે. બપોર પછી સમય તમારા માટે લાભકારી હોઈ શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) – તમારા સંબંધો થોડા વણસી શકે છે. આરોગ્યમાં પણ હવે તમારે સાવધાની રાખવી પડશે. સંતાન તમારી ઇચ્છા વિરુદ્ધનું વર્તન કરી શકે છે માટે તમે સાચવજો. કાકા કે વડીલો સાથેના સંબંધોમાં તમારે થોડું વિશેષ ધ્યાન રાખવું પડશે પણ, સરકારી કાર્યોમાં તમને લાભ મળતો જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) – આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે લાભકારી દિવસ વીતી શકે છે. ફાર્મા કંપની, મેડીકલ સ્ટોર વગેરેમાં સાનુકૂળતા જોવા મળે. હાડકાના દર્દથી તમારે સાચવવાનું રહેશે અને તમારા પિતાની તબિયતમાં તમારે વિશેષ સાવધાની રાખવી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – પ્રેમ સંબંધો બળવાન બની શકે છે. થોડું સાચવવું પડશે કારણ કે છૂપા પ્રેમ સંબંધ ધરાવનારા માટે આજે ચેતવાનો દિવસ કહી શકાય. ગુહ્યઅંગોની બિમારીથી થોડું વધારે સાચવવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – પરણીત જાતકો માટે આજનો દિવસ આનંદમય વિતી શકે છે. દૈનિક આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. સવારના સમયમાં પારિવારીક ચિંતા સતાવે પણ બપોર પછીનો સમય થોડો વિશેષ આનંદમાં વિતશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) – ગેસની બિમારીથી આજે સાચવવાનું રહેશે. લોન સંબંધી કાર્યો આજે થોડા વધારે બળવાન બનશે. તમારું કોઈ કાર્ય પૈસાથી અટક્યું હશે તો આજે તે પાર પડવાના સંજોગો રચાઈ શકે છે માટે, તમે સક્રીય થઈ જજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  ધન પ્રાપ્તિના અવસરો મજબૂત થઈ શકે છે. તમારું અટક્યું કાર્ય આજે આગળ ધપી શકે છે. મન થોડું વધુ પ્રફુલ્લિત રહે અને મનમાં આનંદ-પ્રમોદના આવેગ વધુ વેગ પકડે. પરણિત જાતકોને જીવનસાથીનો સહયોગ મળી રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) – પ્રવાસના યોગ છે. ઘર સંબંધી આજે તમારા માટે વિશેષ કાર્યો રહેશે. ઘરમાં કોઈ નવી ચીજવસ્તુ આવી શકે છે. બપોર પછી આજે તમારા માટે વિશેષ આનંદ દાયકવાળો સમય રહેશે. પ્રેમની ઝંખનાવાળાને પ્રેમ સંબંધો ગાઢ બની શકે છે.

* મિન (દ,ચ,ઝ,થ) – પ્રવાસના યોગ નિર્માણ પામ્યા છે. આજે નાના-ભાઈ બહેન અને સહકાર્યકર્તા સાથે આનંદમય દિવસ વીતી શકે છે. તમારા દ્વારા નવા રચનાત્મક કાર્યો પણ થઈ શકે છે. ભાગ્યનો સાથ આજે મળી રહેશે.

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.