મેષ (અ,લ,ઈ) – રજાનો દિવસ છે પણ આપના માટે થોડો વધારે વ્યસ્ત દિવસ પુરવાર થાય. કાર્યમાં લાભ મળી શકે છે. મન થોડું વધુ પ્રફુલ્લિત રહે. ધન પ્રાપ્તિના અવસર પણ રચાયા છે. મન થોડું લાગણીશીલ થઈ શકે છે. કોઈપણ પ્રકારની નકારાત્મકતાથી તમારે દૂર રહેવું પડશે. શિવજીની ઉપાસના કરજો.

વૃષભ (બ,વ,ઉ) – તમે જે વિચારો છો તેના કરતા તમને થોડું વધારે વિશેષ મળી શકે છે. થોડી શાંતિ રાખવાની જરૂર છે. ઘર સંબંધી કાર્યો આગળ ધપી શકે છે. તમારે ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે. થોડી આળસ પણ આવશે તમને નવું કાર્ય કરવાની ઇચ્છા ન થાય અને થોડો જલસાવાદી અભિગમ રહે.

મિથુન (ક,છ,ઘ) – ધન સંબંધી કાર્યો રહેશે. ધાર્યું કાર્ય કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. ઉઘરાણી માટે આજે તમારે થોડી વધારે મહેનત કરવી પડશે. તમારું લક્ષ્ય એમ સરળતાથી સિદ્ધ થાય એમ લાગતું નથી. કોઈપણ નવી તક મળે તો તેના માટે તમારા હકારાત્મક અભિગમથી વિચારવું પડશે.

કર્ક (ડ,હ) – તમારું મનોબળ ખૂબ મક્કમ રહેશે. આરોગ્ય બાબતે થોડું સાવધાન રહેવું પડશે. તમારા ઉપરી અધિકારી તરફથી કોઈ સારી તક મળી શકે છે. કોઈ અધિકાર પણ પ્રાપ્ત થાય તેવું વર્તાય છે. કુલ મળીને આજનો દિવસ તમારા માટે નવી તકની નિર્માણ કરવાવાળો હોઈ શકે છે.

સિંહ (મ,ટ) – હોસ્પિટલ સંબંધી સેવા કાર્યો પણ થઈ શકે છે. તમારા વેપારમાં રાજ્ય બહારની તકોનું નિર્માણ થાય અથવા રાજ્ય બહારના ગ્રાહકો પણ આવી શકે છે. શુભ સમાચારની શક્યતા નકારી નથી શકાતી. થોડી ચિંતા સતાવે પણ તમારે તેને ખંખેરી આગળ ધપવાનું રહેશે.

કન્યા (પ,ઠ,ણ) – સ્ત્રી પાત્ર તરફથી તમને લાભની શક્યતા છે. તમારું ન્યાયીક કાર્ય અથવા જે હક્કનું હશે તે મળવા પાત્ર થશે. પિતાને ભાગ્યનું બળ ઓછું મળતું જણાય છે. પણ, માતા તરફથી અથવા સસરા તરફથી તમને લાભ થઈ શકે છે. ધન-સંપત્તિમાં વધારાના અણસાર પણ મળી રહ્યા છે.

તુલા (ર,ત) – કાર્યમાં થોડા અંતરાય આવશે પણ તમારે હિંમત રાખી આગળ વધવું. રસ્તા ખૂલતા જશે અને તમારું કાર્ય સરળ બનતું જશે. જે મુશ્કેલી આવશે તેનો ઉપાય પણ તમને મળી રહેશે. જે કાર્ય કરો છો તેમાં વિશ્વાસ રાખજો.

વૃશ્ચિક (ન,ય) – વેપારમાં સફળતા મળશે. ધન સંબંધી મુશ્કેલીઓ તમારા માટે હળવી થતી જણાય છે. જીવનસાથીનો સહકાર મળશે. જમવામાં થોડી સાવધાની રાખજો એસીડીટી જેવી મુશ્કેલી ન થાય તે માટે સંયમ રાખજો. જો તમારી ભાગીદારી પેઢી હોય તો તેમાં વધુ સરળતા જણાય છે.

ધન (ભ,ધ,ફ,ઢ) – કફ, શરદી જેવા રોગથી તમારે સાવધાની રાખવી પડશે. કમિશન અથવા દલાલીના કાર્યોમાં તમને લાભ મળી શકે છે. જો તમે લેખક હશો તો આજે થોડી વધારે સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે. સરકારી કાર્યોમાં આજે તમને સફળતાના યોગ રચાયા છે માટે કાર્યરત થજો.

મકર (ખ,જ) – કોઈ શુભ સમાચાર મળી શકે છે. નવા કરાર અથવા નવા સંબંધોની શરૂઆત કહી શકાય. સંવાદ માટે આજે યોગ્ય સમય કહી શકાય. સંતાન સંબંધી પણ તમને કોઈ નવા સમાચાર સાંભળવા મળે. જે સમયની તમે રાહ જોઈ રહ્યા છો તે આંગણે ટકોરા મારે તો નવાઈ ન પામતા.

કુંભ (ગ,શ,સ,ષ) – અગાઉ જે શુભકાર્યો કર્યા હશે તેનું ફળ મળી શકે છે. વિવાહ તેમજ લગ્ન સમારંભનું આયોજન પણ થઈ શકે છે. જો તમે કુંવારા હશો તો લગ્નના પ્રસ્તાવ આવી શકે. વેપારની અંદર કોઈ ભાગીદાર ઇચ્છતા હશો તો આવતીકાલે કાર્યરત થજો કાર્ય આગળ વધશે. વળી, જો કોઈ વિવાદ ચાલતો હશે તો કાલે સંવાદ દ્વારા તેનો અંત આવી શકે છે.

મિન (દ,ચ,ઝ,થ) – વડીલ મિત્રો તરફથી તમને સહકાર મળે. તમે સંબંધોની માયાજાળમાં એક પ્રકારે બંધાઈ ગયા છો. ક્યાં શું કરવું તેનો તમને ખ્યાલ જ નથી આવતો. આજે તમારો માર્ગ થોડો સ્પષ્ટ થઈ શકે છે. તમને યશ મળી શકે છે કાર્ય આગળ ધપશે અને સુખનો અનુભવ થશે.

નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)
(મો) 9825522235
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
