Not Set/ કેવી રહેશે આપની 3/06/2020,વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 3 જૂન 2020, બુધવાર) – અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે હવેથી હું પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય લખીશ. જે રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) મેષ (અ,લ,ઈ) –  ધન સંપત્તિ તરફ તમારી દોટ રહેશે. વેપારમાં આપને સારા […]

Uncategorized

દૈનિક રાશિભવિષ્ય (તા. 3 જૂન 2020, બુધવાર)

– અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે હવેથી હું પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય લખીશ. જે રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

મેષ (અ,લ,ઈ) –  ધન સંપત્તિ તરફ તમારી દોટ રહેશે. વેપારમાં આપને સારા સમાચાર મળી શકે છે. પિતા તરફથી અથવા તમારા અધિકારી તરફથી પણ તમને સહકાર મળી શકે છે. વડીલ વ્યક્તિઓ તરફથી આજે તમને તમારું કાર્ય સરળ કરવામાં મદદ થઈ શકે છે. કોઈ બોલે, વઢે કે ઠપકો આપે તો આજે થોડું સહન કરી લેવાની વૃત્તિ રાખવી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) – ઘર અને વાહન સંબંધી કાર્યો વેગ પકડે. દૈનિક આવકમાં વૃદ્ધિ થાય પણ આપ થોડું જિદ્દીપણું અપનાવો તેવું પણ દર્શાવે છે માટે, તમારે જિદ્દીપણાનો ત્યાગ કરવો પડશે. કાર્ય પ્રમાણમાં વધારે સરળ બનતું જણાય છે. બહુ સાદી ગુજરાતીમાં કહું તો- મારો કક્કો ખરો – આ અભિગમનો તમારે ત્યાગ કરવો પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) – આપને શેરસટ્ટામાં રસ જાગી શકે છે. આજે તમારો મગજ શેરબજારમાંથી પૈસા કમાવા તરફ પ્રેરાય. ભાગ્ય તમને મહેનત વધારે કરાવે માટે તમને એમ સમજાય કે હું મહેનત કરું છું તેટલા પ્રમાણમાં મને પૈસા મળતા નથી. ગૂઢજ્ઞાનમાં તમને રસ થોડો વધારે જણાય વળી, વારસાઈ સંપત્તિ બાબતે પણ ચર્ચા થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) –  આજે તમને માતા તરફથી શિખામણના બે શબ્દો સાંભળવા મળે. જીવનસાથીના અનુસંધાનમાં આજે ઘરમાં ચર્ચા થાય. જો તમે કુંવારા હશો તો તમારા લગ્નના પ્રસ્તાવ સંબંધ ચર્ચા થશે. તમારું મન કોઈ ટેકનિકલ કાર્યમાં વધુ જોડાય તેવું જણાય છે. વાહન ચલાવતા તમારે આજે વધુ સાવધાની રાખવાની રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) – તમારા એક પછી એક કાર્યો ઉકલતા જણાય છે. તમારી હિંમત ખૂબ વધારે છે જેના કારણે તમને એક પ્રકારે વિજયયોગ મળી રહેલો જણાય છે. જો તમે રાજકીય ક્ષેત્રે જોડાયેલા હશો તો તમારા માટે સ્હેજ વધારે સુવિધાપૂર્ણ દિવસ રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) – વેપારમાં આજે તમારી બુદ્ધિ સ્હેજ વધારે તેજ ચાલશે. જો કોઈ મોટા માણસ સાથે તમારી વાતચીત ચાલતી હશે તો તેમાં તમને ફાયદો મળતો જણાય છે. તમારો લાભ સ્થાન પ્રબળ જણાય છે. મિત્રો તેમજ સંબંધો તમને વધારે ફાયદો આપતા જણાય છે. જો આરોગ્યના સંબંધમાં વાત કરીએ તો તમારે વાગવા પડવાથી તમારે સાવધાન રહેવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) – આરોગ્યના અનુસંધાનમાં તમારે આજે સાવધાની રાખવી પડશે. કોઈ મુશ્કેલી હશે તો તમને ઇલાજ પણ મળી રહેશે માટે, મનમાં બહુ ચિંતાના વાદળો ઘેરાતા નહીં. બપોર પછી તમારે સ્હેજ વધારે સાચવવાનું રહેશે. ખોટા, આવેશ ઉશ્કેરાટથી બચવું અને પેટ સંબંધી તમારે વધારે સાવધાની રાખવાની રહેશે. ઘરમાં કોઈ નવી ચીજવસ્તુ વસાવવાના યોગ પણ બને છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્ચિક (ન,ય) – આજનો દિવસ શાંતિથી વિતાવવો. કદાચ કોઈ કાર્ય ન થાય તો પ્રયત્ન ચોક્કસ કરજો પણ ખોટી ચિંતા કરી મનને અશાંત ન કરતા. તમારો સંકલ્પ તમે તમારા ઈષ્ટદેવના ચરણે ધરી દેજો. તમારા નાના ભાઈ-બહેન અથવા તમારા કર્મચારી મિત્રો તમને સહાય કરશે માટે તેમની મદદ લેવા માટે પ્રયત્ન કરજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ,ઢ) – આજે અચાનક કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા રચાઈ છે. કોઈ ધનપ્રાપ્તિના સમાચાર મળે અથવા અટકેલી ઊઘરાણીના સમાચાર મળવાની શક્યતા પણ પૂરી રીતે વર્તાય છે. બપોર પછી તમારા કાર્યમાં થોડી ઉતાવળ દેખાય, થોડો રઘવાટ દેખાય પણ તમારે સંયમ જાળવવો અને મુસાફરીમાં સાવધાની રાખવી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) –  આજે ધનપ્રાપ્તિના યોગ રચાયા છે. તમારા જીવનસાથી દ્વારા તમારા લાભમાં ઉમેરો થાય. વેપાર ઉદ્યોગની નવી તક તમને પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં આનંદનંથ વાતાવરણ રચાય. બપોર પછી ઘરમાં કોઈ ફરસાણ બનાવવાની ઇચ્છા થાય. સંતાન તરફથી કોઈ સુખદ અનુભવ થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ,ષ) – તમને કોઈ નવી તક મળી શકે છે પણ, પડકારનો સામનો પણ તમારે સાથે સાથે કરવાનો રહેશે. મનમાં સેવા કરવાની વૃત્તિ થોડી વધારે જાગી જાય. જો તમે કોઈ હોસ્પિટલમાં સારવાર લેતા હશો તો આજે આરોગ્યમાં સુધારાની શક્યતા વધારે છે. આજે તમે ચિંતામુક્ત દિવસ વતાવવાનું મન બનાવી લીધું છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિન (દ,ચ,ઝ,થ) – તમારું કાર્ય પૂર્ણ કરવા તમારે આગળ ચાલવું પડશે. જે કંઈ પણ પડકારો આવે તેનો શાંતિથી તમે સામનો કરશો તો કાર્ય સિદ્ધ થઈ જશે. મનમાં જુદી જુદી ચિંતાઓ સતાવે પણ તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરજો અને તમારા કુળદેવીના દર્શન કરીને તમે દિવસની શરૂઆત કરજો. તમને અઘરી જણાતી વાતો પણ પ્રેમભર્યા વર્તનથી સિદ્ધ થઈ જશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – તમારા ઈષ્ટદેવની પૂજા ઉપાસના અવશય કરજો અને બીજાની દરકાર કરજો.

નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.