Not Set/ #કોરોનાઈફેક્ટ/ World Bank નો અનુમાન, ભારતીય અર્થવ્યવસ્થાને લાગશે મોટો ફટકો

કોરોના વાયરસને કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગશે. કોરોના વાયરસથી ભારતની જ નહી પણ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર કરી છે. વર્લ્ડ બેંકનાં તાજેતરનાં અહેવાલ મુજબ કોરોના વાયરસને કારણે ભારાતની અર્થવ્યવસ્થા પર મોટો પ્રભાવ પડશે. ભારતનો આર્થિક વિકાસ દર કોરોનાનાં કારણે ઘટશે. વિશ્વ બેંકનાં અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2019- 20 માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ […]

Business

કોરોના વાયરસને કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગશે. કોરોના વાયરસથી ભારતની જ નહી પણ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર કરી છે. વર્લ્ડ બેંકનાં તાજેતરનાં અહેવાલ મુજબ કોરોના વાયરસને કારણે ભારાતની અર્થવ્યવસ્થા પર મોટો પ્રભાવ પડશે. ભારતનો આર્થિક વિકાસ દર કોરોનાનાં કારણે ઘટશે. વિશ્વ બેંકનાં અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2019- 20 માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર ઘટીને માત્ર 5% થઈ જશે, જ્યારે તુલનાત્મક ધોરણે, 2020-21માં, અર્થતંત્રનાં વિકાસ દરમાં મોટો ઘટાડો થશે, જે ફક્ત 2.8% પર આવશે.

વર્લ્ડ બેંકે COVID-19 અસરમાં પ્રકાશિત પોતાની રિપોર્ટમાં તે અનુમાન લગાવ્યો છે. આ અનુમાન મુજબ દેશમાં કોરોના વાયરસનાં કારણે જોરદાર ઝટકો લાગ્યો છે. વિશ્વ બેંકનાં મુખ્ય અર્થશાસ્ત્રી હૈંસ ટિમરે કહ્યુ કે, કોરોનાનાં કારણે ભારતનું દૃશ્ય સારું નથી દેખાઇ રહ્યુ નથી. તેમણે અનુમાન લગાવ્યું હતું કે જો લોકડાઉન લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારતનાં આર્થિક પરિણામો વધુ ખરાબ હોઈ શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રોગચાળો એ સમયે આવ્યો છે જ્યારે નાણાકીય ક્ષેત્ર પરનાં દબાણને કારણે ભારતીય અર્થવ્યવસ્થા પહેલાથી જ સુસ્તીથી પીડાઈ રહી હતી. કોરોના વાયરસે તેના પર દબાણ વધાર્યું છે. વર્ષ 2020-21માં તે માત્ર 2.8 ટકા હોવાનો અંદાજ છે. જણાવી દઇએ કે, કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉન છે. તમામ કારખાનાઓ, કચેરીઓ, મોલ્સ, ધંધાઓ વગેરે બંધ છે. ઘરેલું પુરવઠો અને માંગને અસર થવાને કારણે આર્થિક વિકાસ દરને અસર થઈ છે. બીજી તરફ, વધતા જોખમને કારણે ઘરેલું રોકાણમાં સુધારો પણ મોડો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં અર્થતંત્ર મુશ્કેલ સમયમાં પહોંચી શકે છે. અહેવાલમાં સરકારને નાણાકીય નીતિ સહાયતાની જરૂરિયાત પર ભાર મૂકવાની સલાહ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.