Not Set/ કોરોનાથી સંક્રમિત AIIMS નાં મેડિસિન વિભાગનાં પૂર્વ અધ્યક્ષ જીંદગીની જંગ હાર્યા

દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો  છે, ત્યારે દિલ્હી એઇમ્સનાં પૂર્વ વિભાગનાં વડા જીતેન્દ્ર નાથ પાંડે કોવિડ 19 નાં કારણે મૃત્યુ પામ્યા છે. તેમણે શુક્રવારે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાન પર અંતિમ શ્વાસ લીધો હતો. જણાવી દઇએ કે, જીતેન્દ્રનાથ પાંડે દેશનાં સૌથી પ્રતિષ્ઠિત ડૉક્ટરોમાં ગણાતા, તેમણે અભિનેતા રાજ કપૂર, ભૂતપૂર્વ પ્રધાન રંગરાજન, તેમની પત્ની સહિત અનેક […]

India

દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો  છે, ત્યારે દિલ્હી એઇમ્સનાં પૂર્વ વિભાગનાં વડા જીતેન્દ્ર નાથ પાંડે કોવિડ 19 નાં કારણે મૃત્યુ પામ્યા છે. તેમણે શુક્રવારે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાન પર અંતિમ શ્વાસ લીધો હતો. જણાવી દઇએ કે, જીતેન્દ્રનાથ પાંડે દેશનાં સૌથી પ્રતિષ્ઠિત ડૉક્ટરોમાં ગણાતા, તેમણે અભિનેતા રાજ કપૂર, ભૂતપૂર્વ પ્રધાન રંગરાજન, તેમની પત્ની સહિત અનેક હસ્તીઓની સારવાર કરી હતી. મળી રહેલી માહિતી મુજબ તેમની પત્નિ પણ કોરોના સંક્રમિત થયા છે, તેમના એઈમ્સનાં નવા ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

78 વર્ષિય ડૉ.પાંડે હાલમાં સીતારામ ભારતીય હોસ્પિટલમાં પોસ્ટ કરાયા હતા, જીતેન્દ્ર નાથ પાંડેનાં નામથી 170 થી વધુ તબીબી સંશોધન પત્રો પ્રકાશિત થઇ ચુક્યા છે, તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમનું અવસાન તબીબી ક્ષેત્રનું મોટુ નુકસાન છે.

આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી ચેપનાં 591 નવા કેસ નોંધાયા છે, જો કે તે રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે કોઈ મૃત્યુ થયું નથી. આ રાજધાનીમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વધીને 12,910 થઈ ગઈ છે. દિલ્હીમાં સક્રિય કેસ 6,412 છે. વળી 6,267 લોકો રિકવર થયા છે. રાજધાની દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીમાં 231 લોકોનાં મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.