Not Set/ #કોરોનાનાંવધતાકેસ/  ગાંધીનગર શહેર અને જીલ્લામાં એક સાથે સાત કેસ વધતા હડકંપ

પાટનગર ગાંધીનગરમાં કોરોના પોઝિટીવનો પ્રસરાવ હડકંપ મચાવી રહ્યો છે. કોરોનાનો કહેર જોતા પાટનગરને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા છે. પાટનગરમાં પ્રવેશબંધી જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. જી હા ગાંધીનગર શહેર અને જીલ્લા ખાતે કોરોના કહેરના કારણે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે કારણ કે, અહીં કોરોના પોઝિટિવના કેસોનો સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા સોળ કલાકમાં વધુ સાત કોરોનના […]

Uncategorized

પાટનગર ગાંધીનગરમાં કોરોના પોઝિટીવનો પ્રસરાવ હડકંપ મચાવી રહ્યો છે. કોરોનાનો કહેર જોતા પાટનગરને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા છે. પાટનગરમાં પ્રવેશબંધી જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. જી હા ગાંધીનગર શહેર અને જીલ્લા ખાતે કોરોના કહેરના કારણે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે કારણ કે, અહીં કોરોના પોઝિટિવના કેસોનો સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા સોળ કલાકમાં વધુ સાત કોરોનના પોઝિટિવ કેસો આવતા ગાંધીનગરમાં અફરાતફરી મચી જવા પામેલ છે. રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં વધી રહેલા કોરોના કેસો થી રાજ્ય સરકાર અને ગાંધીનગર મહાનગર પાલિકા તંત્રમાં દોડાદોડી શરૂ થયેલી છે. 

ગાંધીનગરના સેક્ટર 2-3 અને 24 માં કોરોના કેસો સામે આવ્યા છે. ગાંધીનગરના ગીચ વિસ્તાર ગણાતા સેક્ટર 24 માં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લામાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દહેગામ અને કલોલ તાલુકામાં પોઝિટિવ કેસો સામે આવતા સ્થાનિકોની પણ ચિંતા વધી રહી છે અત્યાર સુધીમાં પાટનગરમાં 47 જેટલા પોઝિટિવ કેસો નોંધાય ચુક્યા છે. આજે નવા નોંધાયેલા કેસો ને પગલે તત્રએ સેક્ટર 24ને ક્લસ્ટર ઝોન તરીકે જાહેર કરવા ની પ્રક્રિયા શરૂ કરી છે. જેના પગલે તત્ર એ કોન્ટેક નંબર અને સરનામાં નોંધવા ની કામગીરી શરૂ કરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.