Not Set/ કોરોનાનાં કહેરથી જામનગર ભયભીત; સંક્રમણ આંક 1000ને પાર, લોકો લાચાર…

જામનગરમાં કાળમુખો કોરોના બેકાબુ બન્યો હોવા જેવી સ્થિતિ સર્જાઇ હોવાનું સામે આવી રહ્યું છે. જામનગર જીલ્લામાં અત્યાર સુધીમાં સામે આવેલા કોરોના કેસનો કુલ આંક 1 હજારને પાર થઇ ચૂક્યો છે. કોરોનાનાં સંક્રમણની સાથે સાથે જામનગર જીલ્લામાંથી અત્યાર સુધી કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યા પણ 60 થઇ ચૂકી છે. સંક્રમણ અને મોતનાં વધતા આંંકડાને કારણે લોકોમાં રીતસરનો ભય જોવામાં આવી […]

Gujarat Others

જામનગરમાં કાળમુખો કોરોના બેકાબુ બન્યો હોવા જેવી સ્થિતિ સર્જાઇ હોવાનું સામે આવી રહ્યું છે. જામનગર જીલ્લામાં અત્યાર સુધીમાં સામે આવેલા કોરોના કેસનો કુલ આંક 1 હજારને પાર થઇ ચૂક્યો છે. કોરોનાનાં સંક્રમણની સાથે સાથે જામનગર જીલ્લામાંથી અત્યાર સુધી કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યા પણ 60 થઇ ચૂકી છે. સંક્રમણ અને મોતનાં વધતા આંંકડાને કારણે લોકોમાં રીતસરનો ભય જોવામાં આવી રહ્યો છે. 

કોરોનાનાં કેસમાં દિવસેને દિવસે જામનગર જીલ્લામાં ઉછાળો જોવામાં આવી રહ્યો છે, ત્યારે આજે જામનગર SBIની મુખ્ય બ્રાંચ પણ કોરોનાની ચપેટમાં આવી ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, જામનગર SBIની મુખ્ય બ્રાંચનાં 6 થી 7 કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા જામનગર SBIની મુખ્ય બ્રાંચને બંધ કરવા સુધીની નોબત આવી ગઇ છે. 

વાત કરવામાં આવે સૌરાષ્ટ્રનાં સંદર્ભમાં કોરોનાનાં કહેરની તો ભાવનગર – રાજકોટ બાદ જામનગરમાં કોરનાનો સૌથી વધુ કહેર ઠલવાયો હોવાની વિગતો વિદિત છે. તંત્ર અને લોકો સહિત તમામ પ્રકારનાં વેપારી મંડળો દ્વારા પણ અનેક રીતે કોરોના સામે જંગ લડવામાં આવી રહી છે અને છતા દિવસેને દિવસે જામનગર જીલ્લામાં સામે આવતા કેસમાં ઉછાળો જોવામાં આવતો હોવાથી લોકો ભયભીત બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews