Not Set/ કોરોનાની ઝપેટમાં આવ્યો એક્ટર અર્જુન કપૂર, ટેસ્ટ રીપોર્ટ પોઝિટીવ

બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર કોરોના પોઝિટિવ થયો હોવાનું સામે આવ્યું છે. અર્જુન કપૂરે તેનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો છે અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે તે કોરોના પોઝિટિવ થયો  છે. અર્જુનની આ પોસ્ટ પછી, દરેક લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, “આ […]

Uncategorized
788a76e6d3effb4af2aa91ba86f11b18 કોરોનાની ઝપેટમાં આવ્યો એક્ટર અર્જુન કપૂર, ટેસ્ટ રીપોર્ટ પોઝિટીવ

બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર કોરોના પોઝિટિવ થયો હોવાનું સામે આવ્યું છે. અર્જુન કપૂરે તેનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો છે અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે તે કોરોના પોઝિટિવ થયો  છે. અર્જુનની આ પોસ્ટ પછી, દરેક લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, “આ મારી જવાબદારી છે કે હું તમે બધાને જાણ કરું કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હમણાં મને સારું લાગે છે અને મારા શરીરમાં કારોનાનાં લક્ષણ જોવા મળી રહ્યા નથી. મેં ડોકટરો અને પ્રશાસનને કહ્યું મેં સલાહને આધારે પોતાને અઈસોલેટે કરી દીધો છે અને હું ઘરેથી ક્વોરન્ટીનમાં રહીશ. તમારા સમર્થન માટે હું તમારો અગાઉથી આભાર માનું છું. હું તમને મારા સ્વાસ્થ્ય વિશે બધી માહિતી આપતો રહીશ.  

થોડા દિવસો પહેલા જ અર્જુને તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ હતું. થોડા દિવસો પહેલા જ અર્જુને સેટ પરથી તેનો ફોટો શેર કર્યો હતો. આ ફિલ્મમાં અર્જુન ઉપરાંત જોન અબ્રાહમ, અદિતિ રાવ હૈદરી અને રકુલ પ્રીત સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે. હાલ ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું છે.

હાલ ફિલ્મના નામ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, નિખિલ અડવાણી અને જ્હોન અબ્રાહમ સહિત ઘણા લોકો દ્વારા કરવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા બોની કપૂરનો સ્ટાફ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, તેમનો આખો પરિવાર સંપૂર્ણ રીતે સુરક્ષિત હતો અને તમામનાં  રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.