Not Set/ #કોરોનાનોકહેર/ અમેરિકામાં સ્થિતિ નિયંત્રણ બહાર, છેલ્લા 24 કલાકમાં મોતનો આંકડો પહોંચ્યો…

અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે વિનાશ સર્જાયો છે. વિશ્વની મહાસત્તા કોરોના વાયરસ સામે લાચાર લાગી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની પરિસ્થિતિ અંગે ચિંતિત છે, પરંતુ તેઓ કોરોના વાયરસ ચેપ અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે. કોરોના વાયરસથી મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, યુ.એસ. માં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2 હજા સુધી પહોંચી […]

World

અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે વિનાશ સર્જાયો છે. વિશ્વની મહાસત્તા કોરોના વાયરસ સામે લાચાર લાગી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની પરિસ્થિતિ અંગે ચિંતિત છે, પરંતુ તેઓ કોરોના વાયરસ ચેપ અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે. કોરોના વાયરસથી મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, યુ.એસ. માં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2 હજા સુધી પહોંચી ગઇ છે.

ફક્ત ન્યૂયોર્કમાં જ છેલ્લા 24 કલાકમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો હતો. યુ.એસ. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાથી થયેલા આ સૌથી વધુ મૃત્યુ છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં 5489 લોકોનાં મોત કોરોના ચેપને કારણે થયાં છે. સમગ્ર વિશ્વ આ રોગની ચપેટમાં છે, પરંતુ સૌથી ખરાબ સ્થિતિ અમેરિકાની છે. યુ.એસ. માં કોરોના વાયરસથી મૃત્યુઆંક 12000 ને વટાવી ગયો છે. અમેરિકામાં પરિસ્થિતિ એટલી કથળી ગઈ છે કે શવગૃહમાં સ્થાનો ઓછા બનતા જાય છે. યુ.એસ. માં પાર્કોમાં અસ્થાયી દફન વિચારણા કરવામાં આવી હતી. જો કે, હજુ સુધી આનો અમલ કરવામાં આવ્યો નથી અને મૃતદેહોનાં અંતિમ સંસ્કાર માટે અન્ય જગ્યાઓ પર વિચારણા કરવામાં આવી રહી છે.

વળી, અમેરિકાનાં વોશિગ્ટન યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર, યુકેમાં જુલાઈ સુધીમાં કોરોના વાયરસથી 66,000 લોકોનાં મોત થઈ શકે છે. તે એવો પણ દાવો કરે છે કે અહીં ઇટાલીથી ત્રણ ગણા વધુ મૃત્યુ થશે. કોરોના વાયરસથી વિશ્વભરમાં મૃત્યુઆંક વધીને 75,500 પર પહોંચી ગયો છે. યુરોપમાં ફક્ત 50 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. ફ્રાન્સમાં, કોરોના ચેપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 10,000 ને વટાવી ગઈ છે. હજી સુધી આ રોગનો ઈલાજ મળ્યો નથી. સ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળી રહી છે. વળી, ભારતમાં પણ કોરોના ચેપનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4783 લોકો સંક્રમિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.