Not Set/ કોરોનાનોફફડાટ/ હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ કોરોના વાયરસનું ટેસ્ટીંગ કરાવશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૈન્ય સહાયકને કોરોના વાયરસથી ચેપ લાગ્યાં પછી, તેમણે ગુરુવારે કહ્યું કે તેઓ હવે દરરોજ કોવિડ -19 નું પરીક્ષણ કરાવશે.  ટ્રમ્પના લશ્કરી સહાયકને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. આને કારણે ટ્રમ્પ વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો. જોકે, યુ.એસ. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેની સાથે બહુ સંપર્કમાં નથી આવી. વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં પત્રકારો […]

World
a7331e3b114701ab496eec87bf421007 કોરોનાનોફફડાટ/ હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ કોરોના વાયરસનું ટેસ્ટીંગ કરાવશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૈન્ય સહાયકને કોરોના વાયરસથી ચેપ લાગ્યાં પછી, તેમણે ગુરુવારે કહ્યું કે તેઓ હવે દરરોજ કોવિડ -19 નું પરીક્ષણ કરાવશે.  ટ્રમ્પના લશ્કરી સહાયકને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. આને કારણે ટ્રમ્પ વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો. જોકે, યુ.એસ. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેની સાથે બહુ સંપર્કમાં નથી આવી.

વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, હું ખૂબ જ ભાગ્યે જ તેમના સંપર્કમાં આવ્યો હતો. હું જાણું છું કે તે કોણ છે. તે ખૂબ જ સરસ વ્યક્તિ છે. પરંતુ હું તેની સાથે ખૂબ જ ઓછા સંપર્કમાં આવ્યો. ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પણ તેમની સાથે ખૂબ ઓછા સંપર્કમાં આવ્યા હતા. પરંતુ માઇક અને મારી તપાસ કરાવી હતી.

એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “તેઓ, ઉપરાષ્ટ્રપતિ અને વ્હાઇટ હાઉસના અન્ય કર્મચારીઓ રોજ કોરોના વાયરસનું પરીક્ષણ કરાવે છે.” તેમણે કહ્યું, ‘મેં તાજેતરમાં જ મારી તપાસ કરાવી. મેં ગઈ કાલે એક  તેત કરવાયો હતો. આજે  પણ ટેસ્ટ કરાવ્યો હતો.  બંને રીપોર્ટસ નેગેટીવ આવી છે. માઇકના રીપોર્ટસ પણ નેગેટીવ આવ્યા છે.

યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું, ‘તેઓ ટેસ્ટ કરાવે છે . જે માત્ર  તમારા મનના ભ્રમને દૂર કરે છે. તેથી અમે અઠવાડિયામાં એકવાર તપાસીએ છીએ. પરંતુ હવે અમે દરરોજ એક વાર ટેસ્ટ કરાવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.