Not Set/ કોરોનાવાયરસથી અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2,228 લોકોનાં મોત, કુલ મોતનો આંકડો ચોંકાવનાર

અમેરિકામાં કોરોના વાયરસને કારણે સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર સૌથી વધુ મોત થયા છે. એક જ દિવસમાં, અહીં કોરોના વાયરસનાં ચેપથી 2,228 લોકોનાં મોત નીપજ્યાં છે, જે આશ્ચર્યજનક છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં અહેવાલ મુજબ, યુ.એસ.માં કોરોના વાયરસનાં કારણે છેલ્લા 24 કલાકમાં 2,228 લોકોનાં મોત નીપજ્યાં છે. […]

World

અમેરિકામાં કોરોના વાયરસને કારણે સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર સૌથી વધુ મોત થયા છે. એક જ દિવસમાં, અહીં કોરોના વાયરસનાં ચેપથી 2,228 લોકોનાં મોત નીપજ્યાં છે, જે આશ્ચર્યજનક છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં અહેવાલ મુજબ, યુ.એસ.માં કોરોના વાયરસનાં કારણે છેલ્લા 24 કલાકમાં 2,228 લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વમાં કોરોના વાયરસથી થતાં મૃત્યુની સંખ્યા સૌથી વધુ યુ.એસ. માં છે. અત્યાર સુધીમાં અહીં 25,000 થી વધુ મોત થયા છે.

અમેરિકાનાં ન્યૂયોર્ક સિટીમાં સૌથી વધુ અસર થઈ છે. ન્યૂયોર્ક, જે એક સમયે તેની આધુનિક જીવનશૈલી માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતું, આજે ત્યા મોત લોકો સાથે રમી રહી છે. ન્યૂયોર્કમાં કોરોનાને કારણે 10,000 થી વધુ લોકોનાં મોત થયાં છે અને આ આંકડાઓ થોભવાનું નામ નથી લઈ રહ્યો. વળી, ન્યૂયોર્કનાં રાજ્યપાલે કહ્યું છે કે અહીં પ્રતિબંધ ચાલુ રહેશે.

યુ.એસ. ઉપરાંત, ફ્રાન્સમાં પણ કોરોના વાયરસનો કહેર છે. ફ્રાન્સમાં 24 કલાકમાં 762 કોરોનાથી સંક્રમિત લોકોનાં મોત થયાં છે. અહીંના કોરોનાનાં કુલ લોકોની સંખ્યા વધીને 15 હજાર 729 થઈ ગઈ છે. બીજી તરફ, સ્વીડનમાં કોરોના વાયરસનાં ચેપને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા મંગળવારે 1000 ને વટાવી ગઈ. અહીં કુલ 11,445 કેસ નોંધાયા છે.

મંગળવારે, બ્રિટનમાં કોરોના વાયરસથી 778 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં, આ વાયરસને કારણે મૃતકોની કુલ સંખ્યા 12,107 પર પહોંચી ગઈ છે. વળી, ભારતનાં પાડોશી દેશ પાકિસ્તાનમાં કોરોના ચેપનાં કેસોની સંખ્યા 5,837 રહી છે. પાકિસ્તાને પોતાના દેશમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાયુ છે, જો કે અહીં ફેક્ટરીઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.