ચીન જ્યાં જીવલેણ કોરોના વાયરસની શરૂઆત થઈ, ત્યાં હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઇ છે. ચીનનાં વુહાન શહેરમાં આજે 76 દિવસ બાદ લોકડાઉન હટાવવામાં આવ્યું છે. કોરોના વાયરસનાં ફેલાવાને કારણે 23 જાન્યુઆરીએ વુહાન શહેરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી
આજે તે નિયંત્રણ હટાવવામાં આવ્યું છે. બુધવારે મધ્યરાત્રિથી, લોકડાઉનને વુહાન શહેરથી દૂર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, કોરોના ચેપનાં ફેલાવાથી તુરંત જ, ચીની સરકારે શહેરને લોકડાઉન કરી દીધું હતું. કોઈને પણ ઘરની બહાર નીકળવાની મંજૂરી નહોતી.
China lifts 76-day COVID-19 lockdown in Wuhan
Read @ANI Story | https://t.co/LsPh9wtLUI pic.twitter.com/U1yq0abrLJ— ANI Digital (@ani_digital) April 7, 2020
આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસની ઉત્પત્તિ આ શહેરથી થઈ છે. આ શહેરમાં જીવલેણ કોરોના વાયરસને કારણે 3300 થી વધુ લોકોનાં મોત થયાં છે. વુહાનમાં કોરોનાનો ચેપ 82000 થી વધુ લોકોમાં ફેલાયો હતો. સતત પ્રયત્નો, સારવાર અને 76 દિવસનાં લોકડાઉન પછી છેલ્લા કેટલાક દિવસોથી અહીં કોરોનાનાં કોઈ કેસ નોંધાયા નથી. મંગળવારે, સરકારી ડેટા જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વુહાનમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી એક પણ કોરોના કેસ થયો નથી. આવી સ્થિતિમાં, ચીની સરકારે વુહાનથી લોકડાઉન હટાવવાનો નિર્ણય લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
