Not Set/ #કોરોનાવાયરસ/ દેશમાં વધી રહ્યુ છે કોરોના સંકટ, કોરોના સંક્રમિતનો આંકડો પહોંચ્યો…

દેશમાં કોરોના કેસની સંખ્યા 8447 પર પહોંચી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 273 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 764 દર્દીઓ સ્વસ્થ થયા પછી તેમના ઘરે પહોંચી ગયા છે. રવિવારે મુંબઇમાં 152 કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે 24 કલાકમાં 16 લોકોનાં મોત થયાં હતાં. વળી દિલ્હીમાં 24 કલાકમાં 85 નવા કેસ નોંધાયા હતા અને 5 […]

India

દેશમાં કોરોના કેસની સંખ્યા 8447 પર પહોંચી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 273 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 764 દર્દીઓ સ્વસ્થ થયા પછી તેમના ઘરે પહોંચી ગયા છે. રવિવારે મુંબઇમાં 152 કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે 24 કલાકમાં 16 લોકોનાં મોત થયાં હતાં. વળી દિલ્હીમાં 24 કલાકમાં 85 નવા કેસ નોંધાયા હતા અને 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. વિશ્વભરમાં 1 લાખ 8 હજારથી વધુ લોકો વાયરસનાં કારણે મૃત્યુ પામ્યા છે. વળી, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 17 લાખનાં આંકડાની નજીક પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 273 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાનો સામનો કરવા માટે, દેશભરની 601 હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. અહીં 1 લાખ 5 હજારથી વધુ બેડ છે. અત્યાર સુધી 1 લાખ 86 હજાર લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. આઇસીએમઆરનાં રિપોર્ટ અનુસાર, 4.3 ટકા નમૂનાઓ પોઝિટીવ જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મોદી સરકાર તરફથી સંકેત મળી રહ્યા છે કે લોકડાઉન વધારવામાં આવશે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તરાખંડ એવા રાજ્યો છે કે જેમણે લોકડાઉનને વધારી દીધુ છે. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને, દેશમાં 21 દિવસ માટે લોકડાઉન છે, જે 14 એપ્રિલ સુધી ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.