જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાયરસના ચેપને કારણે બુધવારે 65 વર્ષીય મહિલાનું મોત થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહામારીને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ચાર થઈ ગઈ છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે ઉધમપુર જિલ્લાની 65 વર્ષીય મહિલાને શ્વાસની તકલીફ અને છાતીમાં દુખાવોની ફરિયાદ પછી જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.
હોસ્પિટલના ડોકટરોએ કહ્યું, “ગઈકાલે આ મહિલાનું મોત નીપજ્યું હતું. તેમને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ હતી.” જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાયરસને કારણે આ ચોથું અને જમ્મુ ક્ષેત્રમાં પ્રથમ મૃત્યુ છે. ડોકટરોએ જણાવ્યું હતું કે પ્રોટોકોલ અને નિર્ધારિત નિયમો અને ઔપચારિકતાઓને પૂર્ણ કર્યા પછી, મૃતકનો મૃતદેહ તેમના સંબંધીઓને સોંપવામાં આવશે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં ચાર મૃત્યુ સાથે સંક્રમણના કુલ 159 કેસ નોંધાયા છે. બુધવારે જમ્મુ કાશ્મીરમાં કોવિડ -19 ના 34 નવા કેસ નોંધાયા છે.
સારવાર બાદ છ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે, જ્યારે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આમ, જમ્મુ કાશ્મીરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 149 છે, જેમાંથી 27 જમ્મુ અને 122 કાશ્મીર વિસ્તારના છે.
અધિકારીઓએ કહ્યું કે નવા કેસના સંપર્કમાં આવનારા લોકોની શોધ કરવામાં આવી રહી છે અને શ્રીનગરમાં કેટલાક નવા વિસ્તારોને ‘રેડ ઝોન‘ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહામરી ફેલાતા અટકાવવા માટે, આ કેન્દ્રશાસિત પ્રદેશમાં 40,000 થી વધુ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આમાં વિભાજિત કેન્દ્રો અથવા અલગ-અલગ આવાસોમાં રાખવામાં આવેલા લોકોનો સમાવેશ થાય છે.
જ્યારે કેન્દ્ર શાસિત સચિવાલયમાં માસ્ક લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. જનરલ સિવિલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (જીએડી) દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ અધિકારીઓ,કર્મચારીઓ અને સચિવાલયમાં મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
