Not Set/ કોરોના વેક્સિનને લઇને ટ્રમ્પે કરી મોટી ઘોષણા, કહ્યુ- અહી જે લોકોને લાગતુ હતુ અશક્ય તે અમે…

વિશ્વ કોરોના સંકટ સામે સતત જજૂમી રહ્યુ છે. ત્યારે અસરગ્રસ્ત રસીની રાહ જોવાઈ રહી છે. વિશ્વનાં ઘણા દેશો આ રસી લાવવાની રેસમાં છે. દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી ઘોષણા કરીને કહ્યું છે કે, અમેરિકામાં રસીની સૌથી મોટી ટ્રાયલ શરૂ થઈ છે. અસ્ત્રાઝેનેકાની કોવિડ-19 રસી ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ્સ પર પહોંચી ગઈ છે. યુએસ […]

World
79d6ecb39f9bab863486bf144ca552b1 કોરોના વેક્સિનને લઇને ટ્રમ્પે કરી મોટી ઘોષણા, કહ્યુ- અહી જે લોકોને લાગતુ હતુ અશક્ય તે અમે...

વિશ્વ કોરોના સંકટ સામે સતત જજૂમી રહ્યુ છે. ત્યારે અસરગ્રસ્ત રસીની રાહ જોવાઈ રહી છે. વિશ્વનાં ઘણા દેશો આ રસી લાવવાની રેસમાં છે. દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી ઘોષણા કરીને કહ્યું છે કે, અમેરિકામાં રસીની સૌથી મોટી ટ્રાયલ શરૂ થઈ છે.

અસ્ત્રાઝેનેકાની કોવિડ-19 રસી ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ્સ પર પહોંચી ગઈ છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી કે આ રસી મંજૂરીની ખૂબ જ નજીક છે. અસ્ત્રાજેનેકાની રસીને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે, અમેરિકામાં 80 જગ્યાઓ પર લગભગ 30 હજાર લોકો પર ફેસ 3 ટ્રાયલ કરવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અસ્ત્રાઝેનેકા રસી ત્રીજા તબક્કાનાં ક્લિનિકલ ટ્રાયલ્સ પર પહોંચી ગઈ છે તેવું જાહેર કરતા મને આનંદ થાય છે. હવે તે રસીઓની સૂચિમાં શામેલ છે જે સંપૂર્ણ રીતે તૈયાર છે. અમેરિકામાં અમે એ કરી રહ્યા છીએ જે લોકોને લાગતું હતું શક્ય નથી.”

આ પણ વાંચો – PM મોદી સહિત આ નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપી શ્રદ્ધાંજલિ

અસ્ત્રાઝેનેકાને ટેસ્ટિંગ માટે કેટલાક સ્કેલ સેટ કર્યા છે. લગભગ 30 હજાર લોકો પર અભ્યાસ માટે ટેસ્ટ કરવામાં આવશે. 18 વર્ષથી ઓછી વયનાં લોકોને રસી આપવામાં આવશે નહીં. વિવિધ જાતિઓ, સમુદાયો અને ભૌગોલિક જૂથોનાં લોકોની પસંદગી ટ્રાયલ માટે કરવામાં આવી છે. એચઆઇવી પીડિત લોકો પણ આ ટ્રાયલમાં સામેલ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.