Not Set/ કોરોના સંકટ વચ્ચે અમેરિકાનાં 25 શહેરોમાં પ્રદર્શન, મોટી સંખ્યામાં થઇ રહી છે હિંસા

અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જોર્જ ફ્લોયડની મોત અને પોલીસનાં હાથે અન્ય અશ્વેત લોકોની હત્યાનાં વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનની હવા શનિવારે ન્યૂયોર્કથી લઇને ટુલ્સા અને લોસ એન્જલસમાં ફેલાઇ ગઇ. વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસની ગાડીઓને આગ ચાંપી દીધી હતી અને બંને તરફથી લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ફ્લોયડનાં મૃત્યુ બાદ મિનીપોલિસમાં શરૂ થયેલા પ્રદર્શને શહેરનાં […]

World
fdc2b848ea294f6e1f027c7f1fbfa26d કોરોના સંકટ વચ્ચે અમેરિકાનાં 25 શહેરોમાં પ્રદર્શન, મોટી સંખ્યામાં થઇ રહી છે હિંસા

અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જોર્જ ફ્લોયડની મોત અને પોલીસનાં હાથે અન્ય અશ્વેત લોકોની હત્યાનાં વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનની હવા શનિવારે ન્યૂયોર્કથી લઇને ટુલ્સા અને લોસ એન્જલસમાં ફેલાઇ ગઇ. વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસની ગાડીઓને આગ ચાંપી દીધી હતી અને બંને તરફથી લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ફ્લોયડનાં મૃત્યુ બાદ મિનીપોલિસમાં શરૂ થયેલા પ્રદર્શને શહેરનાં ઘણા ભાગોમાં ઇમારતો સળગાવી અને દુકાનો લૂંટી લીધી છે.

મિનીપોલિસમાં આ અઠવાડિયે ત્યારે પ્રદર્શન ભડકી ઉઠ્યા જ્યારે એક વિડીયોમાં એક પોલીસ અધિકારીએ આઠ મિનિટથી વધુ સમય સુધી ફ્લોયડનાં ગળાને ઘૂંટણથી દબાવ્યુ હતુ. બાદમાં ફ્લોયડનું ઈજાઓથી મોત થયું હતું. અશ્વેત ફ્લોયડની દુકાનમાં બનાવટી બિલનો ઉપયોગ કરવાની શંકાનાં આધારે ધરપકડ કરવામાં આવી હતી. અહી માસ્ક પહેર્યા વિના અથવા સામાજિક અંતરનું પાલન કર્યો વિના મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત હોવાને લઇને આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા પેદા થઇ ગઇ છે કે કોરોના વાયરસ ફરીથી વૈશ્વિક રોગચાળો ફેલાવી શકે છે, અને એવા સમયે જ્યારે દેશભરમાં તેનાથી મૃત્યુ પામેલા લોકીની સંખ્યા નીચે આવી રહી છે અને અર્થતંત્રને ફરીથી ખોલવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

વોશિંગ્ટનમાં, મોટી સંખ્યામાં લોકો વ્હાઇટ હાઉસની બહાર ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. સ્પેસએક્સ રોકેટનાં લોકાર્પણ માટે ફ્લોરિડામાં શનિવારનો મોટાભાગનો સમય ગાળનારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હેલિકોપ્ટરમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને પત્રકારો સાથે વાત કર્યા વગર અંદર ચાલ્યા ગયા હતા. ફિલાડેલ્ફિયામાં શાંતિપૂર્ણ દેખાવોએ ઉગ્રતાનું સ્વરૂપ લઇ લીધુ હતુ જેમાં ઓછામાં ઓછા 13 અધિકારીઓ ઘાયલ થયા હતા અને ઓછામાં ઓછા ચાર પોલીસ વાહનો બળીને ખાખ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.