Not Set/ ક્ચ્છ-પાટણ આહીર સમાજનો મોટો નિર્ણય : આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી આ રીતે કરીશું…

  જન્માષ્ટમી પર્વની ઘડીઓ ઘડાઈ રહી છે દર વર્ષે ભારે ઉત્સાહ અને આનંદભેર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે જોકે કોરોના મહામારીના કારણે કચ્છમાં આહીર સમાજે જન્માષ્ટમીની ઉજવણી ઘરબેઠા કરવાનો નિર્ણય લીધો છે.  ક્ચ્છ-પાટણ આહીર સમાજ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જેમાં કચ્છના વ્રજવાણી સહિત 160 થી વધુ આહીર સમાજના ગામોએ સંયુક્ત રીતે ઉજવણી નહિ […]

Navratri 2022
0ca5d97bd426bad0613ef09dc2cd1f18 ક્ચ્છ-પાટણ આહીર સમાજનો મોટો નિર્ણય : આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી આ રીતે કરીશું...
 

જન્માષ્ટમી પર્વની ઘડીઓ ઘડાઈ રહી છે દર વર્ષે ભારે ઉત્સાહ અને આનંદભેર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે જોકે કોરોના મહામારીના કારણે કચ્છમાં આહીર સમાજે જન્માષ્ટમીની ઉજવણી ઘરબેઠા કરવાનો નિર્ણય લીધો છે.  ક્ચ્છ-પાટણ આહીર સમાજ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જેમાં કચ્છના વ્રજવાણી સહિત 160 થી વધુ આહીર સમાજના ગામોએ સંયુક્ત રીતે ઉજવણી નહિ કરવાનો નિર્ણય અપનાવ્યો છે.

જગતના નાથ દ્વારકા મંદિર ખાતે પણ જન્માષ્ટમીનજ ઉજવણી બંધ રહેવાની છે જેને લઈને કચ્છમાં પણ જન્માષ્ટમીના વિવિધ મોટા કાર્યક્રમો રદ કરાયા છે.  કોરોનાને ધ્યાને રાખી આહીર સમાજના લોકો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પોતાના ઘરે જ કરશે ઘરમાં જ કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવશે તેવું સમાજના પ્રમુખ ત્રિકમભાઈ  આહીરે જણાવેલ હતું.

કચ્છના વ્રજવાણી એટલે કે જે ગામ પરથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હેલારો ફિલ્મનું નિર્માણ થયું છે તે ગામ પણ આહીર નું છે. ત્યાં પણ સાદાઈ થી ઉજવણી કરવામાં આવશે નોંધનીય છે કે,આહીર સમાજમાં ઇસ્ટદેવ કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ નિમિતે ખુબ જ હર્ષોલ્લાસ હોય છે.જોકે કોવિડ 19 ની સ્થિતિ જોતા આયોજનો પર પૂર્ણવિરામ મૂકી દેવાયું છે.

કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, કચ્છ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.