Not Set/ ક્રાઇમ/ છેલ્લા આઠ મહીનામાં અધધધ સાયબર એટેકના કેસ આવ્યા સામે

  કોરોના વાઇરસ ની સાથે આવેલું લોક ડાઉન હેકર્સ માટે આશીર્વાદ બનીને આવ્યું છે. કોરોના કાળમાં ભારતમાં સાઇબર ક્રાઇમના કેમાં અધધધ  વધારો થયો છે. હેકર્સ કોરોના કાળમાં લોકો સાથે છેતરપિંડી કરવાનો એક પણ મોકો ચૂક્યા નથી. કોરોનાની શરૂઆતમાં જ કેટલાક સાયબર એક્સપર્ટે આગામી સાયબર એટેકને લઈ દુનિયાને સાવચેત કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય શિક્ષણ, […]

Uncategorized
09d17e97f14046c24ddd3b40a3ae5829 1 ક્રાઇમ/ છેલ્લા આઠ મહીનામાં અધધધ સાયબર એટેકના કેસ આવ્યા સામે
 

કોરોના વાઇરસ ની સાથે આવેલું લોક ડાઉન હેકર્સ માટે આશીર્વાદ બનીને આવ્યું છે. કોરોના કાળમાં ભારતમાં સાઇબર ક્રાઇમના કેમાં અધધધ  વધારો થયો છે. હેકર્સ કોરોના કાળમાં લોકો સાથે છેતરપિંડી કરવાનો એક પણ મોકો ચૂક્યા નથી. કોરોનાની શરૂઆતમાં જ કેટલાક સાયબર એક્સપર્ટે આગામી સાયબર એટેકને લઈ દુનિયાને સાવચેત કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય શિક્ષણ, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી સંજય ધોત્રી દ્વારા એક પત્રના જવાબમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી ભારતમાં લગભગ 7 લાખ સાયબર એટેક થયા છે. આ અંગે માહિતી ભારત સરકારની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ(CERT-In) એ આપી છે.

રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરીથી માર્ચ, 2020 વચ્ચે દેશમાં 1,13,334, એપ્રિલથી જૂન વચ્ચે 2,30,223 અને જુલાઈથી ઓગસ્ટ વચ્ચે 3,53,381 સાયબર હુમલા થયા છે. જ્યારે વર્ષ 2017-18માં સાયબર અટેકનો સામનો કરવા માટે 86.48 કરોડ રૂપિયા આપવામાં આવ્યા જેમાં 78.62 કરોડ રૂપિયા ખર્ચ થયા. જ્યારે 2018-19માં 141.33 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા. જ્યારે ખર્ચ 137.38 કરોડ રૂપિયા થયો. વર્ષ 2019-20ની વાત કરીએ તો સાયબર ફંડના નામે 135.75 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. જેમાંથી 122.04 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.