Not Set/ ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની મુસ્લીમ કટ્ટરવાદીઓના નિશાને, આપી વણ જોઇતી સલાહ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરની મોહમ્મદ શામીએ તેની પત્ની બેગમ હસિન જહાન સાથે તસવીર ફેસબુક પર શેર કરી હતી. ત્યાર પોતાને ધર્મના ઠેકેદાર માનતા ધાર્મિક કટ્ટર લોકોએ તેને લઇને ભદ્દી કોમેન્ટ કરી હતી. તેના પહેરવેશને લઇને સલાહ આપવા લાગ્યા હતા મોહમ્મદ શમીને ધર્મના નકલી ઠેકેદારોના ગુસ્સા અને નફરતનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ તેને ઇરફાન […]

Uncategorized

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરની મોહમ્મદ શામીએ તેની પત્ની બેગમ હસિન જહાન સાથે તસવીર ફેસબુક પર શેર કરી હતી. ત્યાર પોતાને ધર્મના ઠેકેદાર માનતા ધાર્મિક કટ્ટર લોકોએ તેને લઇને ભદ્દી કોમેન્ટ કરી હતી. તેના પહેરવેશને લઇને સલાહ આપવા લાગ્યા હતા મોહમ્મદ શમીને ધર્મના નકલી ઠેકેદારોના ગુસ્સા અને નફરતનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ તેને ઇરફાન પઠાણ પાસેથી શીખ લેવાની સલાહ પણ આપી હતી.

મોહમ્મદ શમીએ પત્ની બેગમ હસીન જહાન સાથે ફેસબુક પર એક તસવીર શેર કરી હતી, આ તસવીર જોતા જ કેટલાક અસામાજીક તત્વો ભડકી ઉઠ્યા હતા. લોકોએ શમી અને તેની પત્ની હસીનને ધર્મના પાઠ ભણાવવાના શરૂ કરી દીધા હતા.
હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે કોમેન્ટ કરનારામાંથી વધુ લોકોએ શમી અને તેની પત્નીને ‘શરમ કરવા’, ધર્મની ઇજ્જત કરવા, ‘પરદો કરવા’ અને ફેસબુક પર આવી તસવીરો અપલોડ ન કરવા જેવી કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ હતું.

મોહમ્મદ શમી પોતાના પરિવારની કેટલીક તસવીરો ફેસબુક અને ટ્વિટર પર 23 ડિસેમ્બરે શેર કરી હતી. મહત્વપૂર્ણ છે કે શમી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સિરીઝમાં ઇજાને કારણે ટીમની બહાર થઇ ગયો હતો. મોહમ્મદ કૈફે ટ્વીટ કરી લખ્યું- ‘ આવી કોમેન્ટ્સ શરમજનક છે, શમીને પૂરી રીતે સપોર્ટ કરો.’ ‘દેશમાં તેનાથી પણ વધુ મુદ્દા છે, આશા છે કે લોકો સમજી જશે.’