Not Set/ ખાનગી બેન્કોએ 4 કરતા વધુ ટ્રાન્જેક્શન પર ચાર્જ લેવાનું કર્યું શરૂ, SBI 3 ટ્રાન્જેક્શન પર 1 એપ્રિલથી ચાર્જ લેશે

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ આગામી પહેલી એપ્રિલથી હોમ બ્રાન્ચમાં દર મહિને ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં ઘટાડો કર્યો છે. હવેથી માત્ર 3 જ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. જોકે ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકે આ ફ્રી ટ્રાન્ઝેક્શથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ વસુલવાનું 1લી માર્ચથી જ શરૂ કરી દીધું […]

Uncategorized
1 banks to hike transaction charges from 1st of march1 ખાનગી બેન્કોએ 4 કરતા વધુ ટ્રાન્જેક્શન પર ચાર્જ લેવાનું કર્યું શરૂ, SBI 3 ટ્રાન્જેક્શન પર 1 એપ્રિલથી ચાર્જ લેશે

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ આગામી પહેલી એપ્રિલથી હોમ બ્રાન્ચમાં દર મહિને ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં ઘટાડો કર્યો છે. હવેથી માત્ર 3 જ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. જોકે ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકે આ ફ્રી ટ્રાન્ઝેક્શથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ વસુલવાનું 1લી માર્ચથી જ શરૂ કરી દીધું છે. જેમાં 50-150 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવશે.

SBIમાં પણ હવે બચત ખાતા ધારકો માટે મહિના ફક્ત 3 વખત જ કેશ ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકાશે. ત્યાર બાદ દરેક ટ્રાન્ઝેક્શન માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. આ નિયમ આગામી 1 એપ્રિલ 2017થી લાગુ થશે.

90 દિવસની નોટબંધીમાં હજુયે શહેરની મોટા ભાગની સરકારી અને સહકારી બેંકોમાંથી બચત ખાતેધારકોને કેન્દ્વ દ્વારા નક્કી કરવામાં આવેલ મર્યાદા 24 હજાર રૂપિયા પણ એકવારમાં મળતી નથી તથા તેની સાથે એટીએમ પણ યોગ્ય રીતે કાર્યરત થયા નથી એવામાં બચત અને પગારદાર વર્ગના ખાતામાં ખાનગી બેન્ક દ્વારા રૂપિયા જમા કરાવવા તેમજ ઉપાડવાની લિમિટ 4 વખત 1લી માર્ચથી નક્કી કરવામાં આવ્યો છે.

ઉપરાંત પાંચમી વખત બેંકમાંથી રૂપિયા ઉપાડવા પર 150 રૂપિયા ચાર્જ લગાવાવનું શરૂ કર્યું છે. એવામાં શહેરની એક સરકારી બેંકના ઉચ્ચ અધિકારી સાથે થયેલી વાતચીતમાં આ મુદ્દે પૂછતાં તેમણે જ્ણાવ્યું હતું કે હાલમાં આ મુદ્દે આરબીઆઇ તરફથી કોઇ સૂચન કે નોટીફિકેશન મળ્યું નથી પણ નિયમનું અમલીકરણ શક્ય બની શકે છે.