Not Set/ ગંભીર બિમારીમાં માત્ર સાત દિવસની અને કાયમી બિમારીઓ માટે પ્રિસ્ક્રિપ્શનની તારીખથી માત્ર ૩૦ દિવસ માટે દવાઓ અપાશે

દેશમાં મેડિકલ સ્ટોર્સ પર લોકો હાલમાં ગભરાટના કારણે દવાઓ ખરીદી રહ્યા છે ત્યારે ફાર્મસીસ્ટસે ગ્રાહકોને સરખા પ્રમાણમાં દવા મળે તે માટે પગલાં લેવાનું નકકી કર્યું છે. કેમિસ્ટસ એસોસિયેશને ગંભીર બિમારીઓ માટે માત્ર સાત દિવસની દવા આપવાનું અને કાયમી બિમારીઓ માટે પ્રિસ્ક્રિપ્શનની તારીખથી માત્ર ૩૦ દિવસ માટે દવાઓ આપવાનો નિર્ણય લીધો છે. કેમિસ્ટસ અને ડ્રગીસ્ટ એસોસિયેશને […]

India

દેશમાં મેડિકલ સ્ટોર્સ પર લોકો હાલમાં ગભરાટના કારણે દવાઓ ખરીદી રહ્યા છે ત્યારે ફાર્મસીસ્ટસે ગ્રાહકોને સરખા પ્રમાણમાં દવા મળે તે માટે પગલાં લેવાનું નકકી કર્યું છે. કેમિસ્ટસ એસોસિયેશને ગંભીર બિમારીઓ માટે માત્ર સાત દિવસની દવા આપવાનું અને કાયમી બિમારીઓ માટે પ્રિસ્ક્રિપ્શનની તારીખથી માત્ર ૩૦ દિવસ માટે દવાઓ આપવાનો નિર્ણય લીધો છે.

કેમિસ્ટસ અને ડ્રગીસ્ટ એસોસિયેશને હોટ સ્પોટમાં આવેલી અને સંપૂર્ણ કર્ફ્યું હોય તેવી જગ્યા પર ઘર આંગણે દવાઓ પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત તે જથ્થાને પણ નિયંત્રીત કરશે. તેમણે કહ્યું કે ગ્રાહકો કાયમી (ક્રોનિક) બિમારી માટેનું પ્રિસ્ક્રિપ્શન આપે તો તેમને પ્રિસ્ક્રિપ્શનની તારીખથી માત્ર ૩૦ દિવસ માટે દવા આપવામાં આવશે જયારે અન્ય એકયુટ (તીવ્ર) બિમારીઓ માટે સાત દિવસની દવા આપવામાં આવશે.

કેટલાક ફાર્મસીસ્ટો કોવિડ–૧૯ રોગચાળાને ધ્યાનમાં રાખીને દવાઓનો સ્ટોક એકઠો ન કરવા સલાહ આપી રહ્યા છે કારણ કે તેનાથી અમુક દવાના પુરવઠાને અસર થાય છે. ડ્રગ એન્ડ કેમિસ્ટ એસોસિયેશનના સભ્યએ કહ્યું કે, અમે દવાઓની અછત ટાળવા માગીએ છીએ તેથી મર્યાદિત સપ્લાય કરવામાં આવે તે આવશ્યક છે. હાલમાં ઈન્ટર–સ્ટેટ ટ્રાન્સપોર્ટને લગતી સમસ્યા છે. ઘણી દવાઓ વેરહાઉસમાં પડી રહી છે

મંતવ્ય ન્યૂઝ‘ તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહો – સતર્ક રહો – સુરક્ષિત રહો. દેશ–દુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લો “મંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન..