Not Set/ ગાંધીનગરમાં ધોળા દિવસે વધી ચોરીઓ, તસ્કરોએ સેક્ટર 24માંથી બાઈકની કરી ચોરી

ગાંધીનગર માં  ધોળા દિવસે ચોરીના બનાવો વધી રહ્યા  છે. તસ્કરોને પોલીસ નો કે CCTV કેમેરાનો પણ ભય રહ્યો નથી. સે-24 શ્રીનગર સોસાયટી અંબાજી મંદિરના પાછળના ભાગેથી બાઈક ચોરીની ઘટના બનવા પામી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સેકટર-24માં મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવતા આશિષ મહેન્દ્રભાઈ જોષીએ પોતાની માલિકીનું બાઇક પેશન એક્સપ્રો નંબર GJ-18-CM-6656 ગત […]

Uncategorized
03e39f14374708397918e4b35f562d7c ગાંધીનગરમાં ધોળા દિવસે વધી ચોરીઓ, તસ્કરોએ સેક્ટર 24માંથી બાઈકની કરી ચોરી

ગાંધીનગર માં  ધોળા દિવસે ચોરીના બનાવો વધી રહ્યા  છે. તસ્કરોને પોલીસ નો કે CCTV કેમેરાનો પણ ભય રહ્યો નથી. સે-24 શ્રીનગર સોસાયટી અંબાજી મંદિરના પાછળના ભાગેથી બાઈક ચોરીની ઘટના બનવા પામી હતી.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સેકટર-24માં મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવતા આશિષ મહેન્દ્રભાઈ જોષીએ પોતાની માલિકીનું બાઇક પેશન એક્સપ્રો નંબર GJ-18-CM-6656 ગત 7મી ઓગસ્ટે ચોરાઈ ગયું હતું. સાડા ચાર વાગ્યાની આસપાસ ભર બજારમાં આવેલા એક શખ્સે માસ્ટર કીની મદદથી બાઈક ઉઠાવીને રફુચક્કર થઇ ગયો હતો. 

આ બાઇક ચોરી ની ઘટના સેકટર-24માં  નજીક ની દુકાનના CCTVમાં કેદ થઈ હતી. પાગલ જેવો દેખાતો અને લગર વગર ફરતો એક શખ્સ આમતેમ આંટા મારીને બાઈક પાસે પહોંચે છે. આરોપી માત્ર ગણતરીની જ મિનિટના સમયમાં બાઈકનું લોક ખોલીને બાઈક ચાલૂ કરીને રફુચક્કર થઈ જાય છે. બાઈક ચોરીની આ ઘટનાના બીજા દિવસે પણ આ તસ્કરે સે-24માંથી એક એક્ટિવા ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, એક્ટિવા માલિક જોઈ જતા તે ભાગી છૂટ્યો હતો. સમગ્ર ઘટના અંગે સે-21 પોલીસને જાણ કરતાં પોલીસે ખાનગી રાહે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.