Not Set/ ગાંધીનગર/ ગુજરાતમાં નહીં આવે ફરી લોકડાઉન : મુખ્યસચિવ કાર્યાલયની સ્પષ્ટતા

ગુજરાત રાજ્યમાં સતત કોરોના ના કેસ માં વધારો જોવા મળી રહ્યો છે.  ત્યારે લોકમુખે ફરી લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આજરોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યના 19 જિલ્લા કલેક્ટર સાથે મુખ્યસચિવની બેઠક મળી હતી.  જેમાં રાજ્યમાં આંશિક લોકડાઉન પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.  કોરોનાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, રાજ્યમાં […]

Uncategorized

ગુજરાત રાજ્યમાં સતત કોરોના ના કેસ માં વધારો જોવા મળી રહ્યો છે.  ત્યારે લોકમુખે ફરી લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આજરોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યના 19 જિલ્લા કલેક્ટર સાથે મુખ્યસચિવની બેઠક મળી હતી.  જેમાં રાજ્યમાં આંશિક લોકડાઉન પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.  કોરોનાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, રાજ્યમાં ફરી એક વાર લોકડાઉન અમલમાં નહીં જ આવે.

મુખ્યસચિવ કાર્યાલય તરફથી  સ્પષ્ટતાકરવામાં આવી છે કે, હાલમાં રાજ્યમાં કોઇ જ લોક ડાઉન નહીં લાગુ કરવામાં આવે. ગઈકાલે કલેકટરોની મિટીંગમાં બીજા મુદાઓ પર ચર્ચા થઈ હતી. આજે લોકડાઉનના મેસેજ વાઇરલ થયા છે. જે સદંતર ખોટા છે. રાજ્યમાં ફરી લોકડાઉન આવશે તે સંદેશો ખોટો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.