Not Set/ ગાંધીનગર/ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો યથાવત

  આજ રોજ ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસનો વિજય થયો છે. ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ ના ઉમેદવાર વિજયી બન્યા છે. કોંગ્રેસના ગોપાલજી ઠાકોર પ્રમુખ અને સુરેશ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. કોંગ્રેસના પ્રમુખને 16 સભ્યોનો ટેકો મળતાં તેઓ વિજેતા જાહેર થ્ય છે. જ્યારે ભાજપના ઉમેદવારની હાર […]

Uncategorized
7f5c98b7db585bc67cf1db709321eae0 ગાંધીનગર/ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો યથાવત
 

આજ રોજ ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસનો વિજય થયો છે. ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ ના ઉમેદવાર વિજયી બન્યા છે. કોંગ્રેસના ગોપાલજી ઠાકોર પ્રમુખ અને સુરેશ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.

કોંગ્રેસના પ્રમુખને 16 સભ્યોનો ટેકો મળતાં તેઓ વિજેતા જાહેર થ્ય છે. જ્યારે ભાજપના ઉમેદવારની હાર થઈ છે. ઉપપ્રમુખની ચૂંટણી માટે કોંગ્રેસનાં સુરેશ પટેલને 16 મત મળ્યા છે, આમ  કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ અઢી વર્ષની મુદત માટે વિજેતા થયા છે. ગાંધીનગર તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ ગોપાલજી પોતાની જીત વિશે તાલુકાનો સંપૂર્ણ વિકાસ થાય તેવી અપેક્ષા સાથેનો દાવો કર્યો છે.

નોધનીય છે કે, ગાંધીનગર તાલુકા પંચાયતના બીજી ટર્મ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના દીપકભાઈ પટેલે પ્રમુખ પદ માટે જ્યારે જગદીશભાઈ પટેલે ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી હતી. કોંગ્રેસ પાસે અપક્ષ સહિત 16 સભ્યો હતા. જ્યારે ભાજપ પાસે 11 સભ્યોનું સંખ્યા બળ હોવાનો દાવો કરાયો હતો. 9 સભ્યો ટર્મિનેટ થતા હાલ તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા 36 થી ઘટી 27 થઈ હતી. અને ફરી એકવાર ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.