Not Set/ ગાંધીનગર/ પશુપાલન વિભાગમાં સેકશન ઓફિસર જે એસ ડામોરનું કોરોનાથી મોત

રાજ્યમાં કોરોના પોઝિટીવનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. સાથે સાથે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોનો આંક પણ સતત વધી રહ્યો છે. આવામાં કોરોનાના કારણે નવા સચિવાલય ખાતે કૃષિ અને પશુપાલન વિભાગમાં સેકશન ઓફિસર જે એસ ડામોરનુ મોત થતા સચિવાલયના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 57 વર્ષીય જે એસ ડામોરનુ મોત થતા પરિવારમાં પણ […]

Uncategorized

રાજ્યમાં કોરોના પોઝિટીવનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. સાથે સાથે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોનો આંક પણ સતત વધી રહ્યો છે. આવામાં કોરોનાના કારણે નવા સચિવાલય ખાતે કૃષિ અને પશુપાલન વિભાગમાં સેકશન ઓફિસર જે એસ ડામોરનુ મોત થતા સચિવાલયના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 57 વર્ષીય જે એસ ડામોરનુ મોત થતા પરિવારમાં પણ શોક વ્યાપી જવા પામ્યો છે.

આપને જણાવી દઈએ કે  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1153 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 23 દર્દીઓનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 61 હજારને પાર થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2441 પર પહોંચ્યો છે. આજે વધુ 833 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 44907 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.