Not Set/ ગાંધીનગર મનપા કમિશનર કોરોના સામે લડતા-લડતા ખુદ કોરોના થયા પોઝિટિવ

કોરોના પદ્દ કે કામગીરી કશું જ જોતો નથી અને પ્રસરવ કરવાનો એક પણ મોકો મુકતો નથી. જી હા, માટે જ કોરોના સામેની જંગ લડી રહેલા અનેક ડોક્ટરર્સ, પોલીસકર્મી સહિતનાં તંત્રમાં રહીને કોરોના સામે જંગલી રહેલા અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી જાય છે તે વાત વિદિત છે. આવુ જ બન્યું છે ગાંધીનગરનાં મનપા કમિશનર સાથે પણ. […]

Uncategorized

કોરોના પદ્દ કે કામગીરી કશું જ જોતો નથી અને પ્રસરવ કરવાનો એક પણ મોકો મુકતો નથી. જી હા, માટે જ કોરોના સામેની જંગ લડી રહેલા અનેક ડોક્ટરર્સ, પોલીસકર્મી સહિતનાં તંત્રમાં રહીને કોરોના સામે જંગલી રહેલા અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી જાય છે તે વાત વિદિત છે. આવુ જ બન્યું છે ગાંધીનગરનાં મનપા કમિશનર સાથે પણ. હા બીલકુલ ગાંધીનગરનાં મનપા કમિશનર પણ કોરોના સામે લડતા-લડતા કોરનાની ઝપેટમાં આવી ગયા છે અને ખુદનો જ કોરોના પોઝિટિવ આવ્યો છે. 

ગાંધીનગરનાં મનપા કમિશનર ડો. રતન કુંવર ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં પણ ફફડાટ જોવામાં આવી રહ્યો છે. મનપા કમિશનર ડૉ. રતન કુંવર હાલ તો હોમ ક્વોરોન્ટાઈન થયા છે, પરંતુ મહત્વનાં પદ્દ પર આરુઢ અધિકારી હોવાથી અનેક લોકોનાં સંપર્કમાં રોજીંદા આવતા હોય, પાછલા દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોમાં પણ ફફડાટ જોવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટ કાર્યક્રમ બાદ અધિકારીઓ સંક્રમિત થયા છે અને માટે જ ગાંધીનગરનાં મેયર સહિતનાં પદાધિકારીઓને પણ ક્વોરોન્ટાઈન થવું પડશે. ગાંધીનગરનાં મનપા કમિશનર ડો. રતન કુંવર ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ ગાંધીનગર મનપાની ઓફિસને સેનેટાઇઝ કરવામાં આવી રહી છે અને સંપર્કમાં આવ્યા હોય તેવા તમામ કર્મચારીઓનાં કોરોના રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews