Not Set/ વરસાદે ખોરવ્યું ગૃહિણીનું બજેટ, શાકભાજીના ભાવ સાતમાં આસમાને

  ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે. ખેડૂતો લળણી કરેલો પાક કાઢી નહીં શકતા શાકભાજીના ભાવમાં બમણો વધારો નોંધાયો છે. ખાસ કરીને ટામેટા, રીંગણ, આદુ, પાપડી, ગુંવાર અને મરચાંને તેની મોટી અસર થઈ છે. કોરોનાની સ્થિતિ વચ્ચે […]

Business
 

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે. ખેડૂતો લળણી કરેલો પાક કાઢી નહીં શકતા શાકભાજીના ભાવમાં બમણો વધારો નોંધાયો છે. ખાસ કરીને ટામેટા, રીંગણ, આદુ, પાપડી, ગુંવાર અને મરચાંને તેની મોટી અસર થઈ છે.

કોરોનાની સ્થિતિ વચ્ચે શહેરમાં ઘણાં વેપાર-ધંધા પડી ભાંગતા આજીવિકા તરીકે ઘણાં બધાં લોકોએ રોજગારી તરીકે શાકભાજીનું છૂટક વેચાણ કરવાનો વ્યવસાય શરૂ કર્યો છે. જોકે શાકભાજીના ભાવો કોરોના અને મંદીમાં વધતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારજનોનું બજેટ ખોરવાયું છે.

છેલ્લા સપ્તાહમાં સુરત જિલ્લા ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે ખેડૂતોને મોટું નુકસાન થયું છે બીજી તરફ ટ્રાન્સપોર્ટે સેવાઓ પણ ખોરવાઇ છે. બહારગામથી આવતી શાકભાજીના દરમાં ઉછાળો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.