Not Set/ ગાંધીનગર/ મહાનગરપાલિકા વિસ્તારના પાંચ સેકટરમાં કેટલા માઇક્રો કન્ટેન્ટેમન્ટ એરિયા… ?

 ગાંધીનગર શહેરના સેકટર- ૨/સી, ૩/ડી, ૧૩/બી અને સી,સેકટર-૧૯ અને સેકટર- ૨૭ ના ૫૪ ઘરોના ૨૪૪ વ્યક્તિઓનો માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ એક જાહેરનામું બહાર પાડીને સમાવેશ કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર ર્ડા. રતનકંવર ગઢવીચારણએ જાહેરનામામાં જણાવ્યું છે કે, હાલમાં સમગ્ર વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં […]

Uncategorized
9ccec3fe9524327d77b10595e2ea3f34 ગાંધીનગર/ મહાનગરપાલિકા વિસ્તારના પાંચ સેકટરમાં કેટલા માઇક્રો કન્ટેન્ટેમન્ટ એરિયા... ?
 ગાંધીનગર શહેરના સેકટર- ૨/સી, ૩/ડી, ૧૩/બી અને સી,સેકટર-૧૯ અને સેકટર- ૨૭ ના ૫૪ ઘરોના ૨૪૪ વ્યક્તિઓનો માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ એક જાહેરનામું બહાર પાડીને સમાવેશ કર્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર ર્ડા. રતનકંવર ગઢવીચારણએ જાહેરનામામાં જણાવ્યું છે કે, હાલમાં સમગ્ર વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. અને ભારતમાં પણ કોવિડ-૧૯ ના કેસો નોંધાયેલા છે. જે બાબતે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા મહાનગરપાલિકા વિસ્તારમાં નોવેલ કોરોના વાયરસના પોઝિટીવ કેસો નોંધાયા છે, તેવા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સેકટર- ૨/સી, ૩/ડી, ૧૩/બી અને સી,સેકટર-૧૯ અને સેકટર- ૨૭ ના અમુક વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે.

જાહેરનામા મુજબ સેકટર- ૨ / સી ના પ્લોટ નંબર- ૧૪૯૨/૨, ૧૪૯૩/૧, ૧૫૦૧ થી ૧૫૦૩ મળી કુલ- ૮ ઘરોના અંદાજે ૩૬ વ્યક્તિઓ, સેકટર- ૩/ડીના પ્લોટ નંબર ૧૧૦૯ થી ૧૧૧૨ મળી કુલ- ૮ ધરોના અંદાજીત ૩૭ વ્યક્તિઓ, સેકટર-૧૩/સીમાં પ્લોટ નંબર- ૧૦૪૬ થી ૧૦૫૧ સુધીના ૧૨ ધરોના ૫૩ વ્યક્તિઓ, સેકટર-૧૩/બીના ૯૯ર/૨, ૯૯૩/૨, ૯૯૪ થી ૯૯૭ સુધીના ૧૦ ઘરોના અંદાજે કુલ- ૪૫ વ્યક્તિઓ, સેકટર-૧૯ ના બ્લોક નંબર- ૨૭૭ થી ૨૮૦ ના કુલ-૮ ઘરોમાં રહેતા અંદાજીત ૩૭ વ્યક્તિઓ અને સેકટર-૨૭માં પ્લોટ નંબર- ૧૨૫૩ થી ૧૨૬૦ સુધીમાં આવતા કુલ- ૮ ધરોમાં રહેતા ૩૬ વ્યક્તિઓને માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.