ગાંધીનગર ખાતે વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ છે. આજે ગૃહમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ વિધેયક, ગુજરાત યુનિવર્સીટીઓ કાયદા સુધારા વિધેયક, રજિસ્ટ્રેશન ગુજરાત સુધારા વિષેયક અને સ્મોલ કોઝ કોર્ટ કાયદા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.
આ સાથે જ વિધાનસભાના વિવિધ અહેવાલો પણ રજૂ કરવામાં આવશે. ખાનગી શાળામાં લેવાતી ફીનો મુદ્દો પણ ગૃહમાં ઉઠશે. આ સાથે કે આત્મનિર્ભર યોજના અંગે મુખ્યમંત્રી જવાબ આપશે. આજે ગૃહમાં ચાર વિધેયક રજૂ થવાના છે ત્યારે જોવાનું રહેશે કે, વિપક્ષ વિરોધનો સુર ઉઠાવશે કે પછી સરળતાથી આ વિધેયકો પસાર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.