Not Set/ ગુજરાતી અભિનેત્રી ખુશી શાહે જીવનની વાસ્તવિકતા પર પાડ્યો પ્રકાશ, જાણો શું કહે છે

આજની આ ફાસ્ટ લાઈફમાં દુનિયામાં વાસ્તવિકતા અને નકલીપણાં વચ્ચેનો ભેદ ઓળખવો એ ખૂબ જ મુશ્કેલ છે. ઘણાં લોકો ખૂબ જ સારા બનવાનો ઢોંગ કરી કરીને પણ નથી થાકતા. જ્યારે ઘણા લોકોને લાગે છે કે વર્ષ 2020 એ શાપિત વર્ષ છે, પરંતુ લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી ખુશી શાહ તેનાથી વિરોધાભાસી અભિપ્રાય ધરાવે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના […]

Uncategorized
49a2c79fbfae336270f211bd526d7c1a ગુજરાતી અભિનેત્રી ખુશી શાહે જીવનની વાસ્તવિકતા પર પાડ્યો પ્રકાશ, જાણો શું કહે છે

આજની આ ફાસ્ટ લાઈફમાં દુનિયામાં વાસ્તવિકતા અને નકલીપણાં વચ્ચેનો ભેદ ઓળખવો એ ખૂબ જ મુશ્કેલ છે. ઘણાં લોકો ખૂબ જ સારા બનવાનો ઢોંગ કરી કરીને પણ નથી થાકતા. જ્યારે ઘણા લોકોને લાગે છે કે વર્ષ 2020 એ શાપિત વર્ષ છે, પરંતુ લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી ખુશી શાહ તેનાથી વિરોધાભાસી અભિપ્રાય ધરાવે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર આઈજીટીવીનો વીડિયો અપલોડ કર્યો. જેમાં તેણે જીવનની વાસ્તવિકતા પર પ્રકાશ પાડ્યો. આ જ વીડિયો લાખો લોકોએ જોયો અને હજારો લોકોએ ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો.

વીડિયોમાં, તે જીવન વિશેની હકીકત દર્શાવવા નિખાલસ અને પ્રામાણિક હતી. ખુશીએ વીડિયોની શરૂઆત એમ કહીને કરી કે દરેક વર્ષો એક સરખા હોય છે કારણ કે લોકો એકસરખા જ રહે છે. કારણ કે કોઈ પણ એ નક્કી નથી કરી શકતું કે કોણ અસલી છે અને કોણ બનાવટી છે. તાજેતરમાં સુશાંતસિંહ રાજપૂતનાં દુ:ખદ અવસાન પછી, ઘણા લોકોએ માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવાનું શરૂ કર્યું.

અભિનેત્રીએ તેના વીડિયોમાં જણાવ્યું છે કે અગાઉ કોઈએ પણ માનસિક સ્વાસ્થ્યના મુદ્દે ખુલ્લેઆમ બોલવાની તસ્દી લીધી નહોતી. ખુશીએ પૂછ્યું, ‘હવે તે કેમ જરૂરી બન્યું છે?’ વળી, ખુશીએ ખુલાસો પણ કર્યો કે મારા સહિત આ દુનિયામાં કોઈ વાસ્તવિક નથી. હું કોઈનું નામ નહીં લઉં, પણ ઘણા લોકો કે જેઓ મારા મિત્રો છે તેઓએ મારો આર્થિક, માનસિક અને ભાવનાત્મક રીતે ઉપયોગ કર્યો છે. ”

વીડિયોમાં આ અભિનેત્રીએ કહ્યું કે તે વાસ્તવિક હોવાનો દાવો નથી કરતી, પરંતુ તેણે પોતાના અંગત લાભ માટે કોઈનો ઉપયોગ કર્યો હોય તેવું ભાગ્યે જ બવ્યું હશે. એક લોકપ્રિય હિન્દી કહેવત વિશે વાત કરતા તેણે કહ્યું કે “અચ્છેને અચ્છા, બુરે ને બુરા જાના મુઝે, જીતની જીસ્કી સોચ થી, ઉસને ઉત્ના પેહચાના મુજે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.