ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ખાતે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ મસિટમાં 18 દેશના સહયોગીઓ રાજ્યની મુલાકાતે આવશે. મહાત્મા મંદીર ખાતે સોમવારે ‘કનેક્ટિંગ ઈન્ડિયા ટુ ધ વર્લ્ડ’ થીમ પર આઠમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો આરંભ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં 1400 VVIP મહેમાનો આવશે. તો 24 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો 15 હજાર લોકો હવાઇમાર્ગે આવશે. જો અમદાવાદ એરપોર્ટ ટ્રાફિક વધી જશે તો રાજકોટ અને વડોદરા એરપોર્ટને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
ગુજરાતની 8 વાઇબ્રન્ટ સમીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બપોરે 2 વાગ્યે એરપોર્ટ પર આગમન થશે. ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. એરપોર્ટથી ગાંધીનગરના રાજભવન ખાતે મુખ્યમંત્રી રૂપાણી સાથે મોદીની બેઠક યોજાશે. સાંજે 4:30 વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. સાંજ 5 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદઘાટન અને નોબેલ વિજેતાઓ સાથે હાઇ-ટી પર ચર્ચા. સાંજે 6 વાગ્યે ગિફ્ટ સિટીમાં બીએસઈના કાર્યાલયનું ઉદઘાટન કરશે. સાંજ 7 વાગ્યે અમદાવાદના સાયન્સ સિટી ખાતે નોબેલ પ્રાઈઝ સિરીઝ એક્ઝિબિશન ખુલ્લું મૂકશે. નોબેલ વિજેતાઓ સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ કરશે. ત્યાર બાદ ગાંધીનગર રાજભવન ખાતે પરત થઈને મુખ્યમંત્રી તેમજ સરકાર તથા ભાજપના પ્રદેશ આગેવાનો સાથે બેઠક યોજશે.
ઇવેન્ટના મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તેમનું પ્રધાનમંડળના મોટા ભાગના મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે. કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન,નાણાપ્રધાન અરૂણ જેટલી, કેન્દ્રના શહેરી વિકાસપ્રધાન વૈકયા નાયડુ, કેન્દ્રના રક્ષાપ્રધાન મનોહર પરિકર,કેન્દ્રીયપ્રધાન પિયુષ ગોયેલ, કેન્દ્રીયપ્રધાન અનંતકુમાર, કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની, કેન્દ્રીયપ્રધાન નિતિન ગડકરી
કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટ્ટા, રવાંડાના પ્રમુખ પૌલ કેગેમ, આરબીઆઇના ગર્વનર ઉર્જિત પટેલ, રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી, સેરબિયાના પ્રધાનમંત્રી અલેક્સાંડાર, રશિયન ફેડરેશનના નાયમ વડાપ્રધાન દમિત્રી રોગોઝિન, રોગોઝીનના અંગત સચીવ વેલેન્ટિન મેસેન્કોવ, ડેન્માર્કના ઉર્જાપ્રધાન લાર્સ ક્રિશચ્યન લીલ્હોલ્ટ
ભારતના રશીયન રાજદૂત એલેક્ઝાન્ડર કડકીન, ભારતના સર્બીયન રાજદૂત સુશ્રી નરીન્દર ચૌહાન, ભારતના ડેનીશ રાજદૂત પીટર ટેક્સો જેન્સેન, કેબીનેટ સેક્રેટરી પ્રદીપકુમાર સિંહા, ફોરેન સેક્રેટરી જયશંકર, ભાજપ શાસિત રાજ્યના મુખ્યપ્રધાનો પણ આવશે અમદાવાદ
