Not Set/ ગુજરાત/ ડેપ્યુટી CM ની મોટી જાહેરાત, કોરોના ટેસ્ટનાં રેટમાં કર્યો ઘટાડો

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, આ સંકટ વચ્ચે કોરોનાનાં ટેસ્ટિંગનાં ચાર્જને લઇને ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાણ કરી છે. તેમણે કહ્યુ કે, સરકારે કોરોના ટેસ્ટિંગના ચાર્જમાં ઘટાડો કર્યો છે. કોરોના ટેસ્ટિંગ માટે અગાઉ 4,000 રૂપિયા ચાર્જ લેવાતો હતો જે હવે […]

Uncategorized
e135c06061d0bc6a7353670cb0c3c562 ગુજરાત/ ડેપ્યુટી CM ની મોટી જાહેરાત, કોરોના ટેસ્ટનાં રેટમાં કર્યો ઘટાડો

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, આ સંકટ વચ્ચે કોરોનાનાં ટેસ્ટિંગનાં ચાર્જને લઇને ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાણ કરી છે.

તેમણે કહ્યુ કે, સરકારે કોરોના ટેસ્ટિંગના ચાર્જમાં ઘટાડો કર્યો છે. કોરોના ટેસ્ટિંગ માટે અગાઉ 4,000 રૂપિયા ચાર્જ લેવાતો હતો જે હવે ઘટાડીને 2,500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ખાનગી લેબમાં હવે 2500 રૂપિયામાં ટેસ્ટ થશે. લેબનો કર્મચારી જો ઘરે આવીને કોરોના ટેસ્ટ કરશે તો ત્રણ હજાર રૂપિયા ચાર્જ લેવાશે. જો ખાનગી લેબોરેટરી વધુ ચાર્જ કરશે તો માન્યતાઓ રદ્દ કરી દેવામાં આવશે. નાગરીકો પાસેથી કોઈ પણ વધારાનો ચાર્જ લઈ શકાશે નહી. લોકો પાસેથી સરકારે નક્કી કરેલા ચાર્જ કરતાં વધુ ચાર્જ લેનારી લેબોરેટરીની માન્યતા રદ્દ કરી દેવામાં આવશે. આપને જણાવી દઇએ કે, આ ચાર્જ આજથી જ લાગુ કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.