કોરોનાનાં કપરા કાળમાં માણસોને જીવ બચાવી પોતાનુ રક્ષણ કરવાની હોડ લાગી છે, પરંતુ આ પ્યાસીઓને તો પોતાની પ્યાસથી જ મતલબ છે. અને કોરોનાનાં કાળમાં કાળાબજારીને વધુ મળતા પૈસાનાં કારણે ભલભલા લોભમાં આવી જાય છે. આવા જ ભારે લોભને કારણે માણસ પોતાની તો ઠીક પણ પોતાનાં ડિપાર્ટમેન્ટનાં નામ પર બટ્ટો લગાવવામાં પણ ક્ષોભ અનુભવતો નથી. મહેસાણામાંથી આવો જ એક કલિંકિત કિસ્સો સામે આવી રહ્યો છે.
મહેસાણાનાં કડી પોલીસનું દારૂનાં વેચાણનું કારસ્તાન સામે આવ્યું છે. જી હા પોલીસ દ્વારા જ દારુનું વેચાણ કરવામાં આવી રહ્યાનું ખુલ્યું છે અને દારુ પણ કયો, પોલીસ દ્વારા કબ્જે કરાયેલ દારૂના કરાયું વેચાણ પોલીસ જ કરતી હોવાનું ખુલ્યું છે. દારૂ કારસ્તાનના પરાક્રમથી પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
પાછુ આ તો પોલીસ એટલે દારૂનાં વેપારમાં સ્કૂલવાન અને પોલીસ કવાટર્સનો ઉપયોગ જ ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ સૂત્રોનાં માધ્યમથી સામે આવી રહ્યું છે. જો કે, સમગ્ર મામલે હોબાળો સર્જાતા દારૂનો જથ્થો કેનાલમાં નાંખ્યો હોવાનું પણ સામે આવી રહ્યું હોય. ગાંધીનગર ડિજી સ્ક્વોડ દ્વારા દારૂનો જથ્થો કેનાલમાં નાંખ્યો હોવા અંગે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે નિષ્ઠાવાન અને ફરજપ્રસ્ત ગુજરાત પોલીસની આબરુ લેનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે અને ગુજરાતમાં આવા કટલા લોકો છે જ પોતાનાં જ ડિપાર્ટમેન્ટનાં નામ પર બટ્ટો લાગાવી રહ્યા છે તે પણ શોધવામાં આવવાની સાથે, તેની સામે પણ પગલા લેવામાં આવે તેવી સામાન્ય માણસ અનકહી માંગ હોય તેવુ જોવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
