ભારત સામે સતત ષડયંત્ર રચી રહેલા ચીનને શ્રીલંકા તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે ભારત સાથેનાં પોતાના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો આગ્રહ રાખતા શ્રીલંકાએ કહ્યું કે જ્યાં સુધી રણનીતિક સુરક્ષાની વાત છે ત્યાં સુધી ભારત હંમેશા અમારા માટે પ્રથમ અભિગમ રહેશે. અમે ભારતનાં સામરિક સુરક્ષા હિતો માટે કંઈ પણ નુકસાનકારક કરીશું નહીં. આર્થિક વિકાસ માટે, અમે એક દેશ પર નિર્ભર રહી શકીએ નહી. નોંધપાત્ર વાત એ છે કે શ્રીલંકાનું આ નિવેદન ચીન માટે મોટો આંચકો છે કારણ કે ડ્રેગન પડોશી દેશોની જમીન ભારત વિરુદ્ધ વાપરવા માંગે છે.
શ્રીલંકાનાં વિદેશ સચિવ જયનાથ કોલમ્બેઝ બુધવારે કહ્યું હતું કે, શ્રીલંકા એક તટસ્થ વિદેશ નીતિ અપનાવવા માંગે છે, પરંતુ સુરક્ષા અને રણનીતિક બાબતોમાં દેશ ‘ભારત ફર્સ્ટ’ અભિગમ સાથે આગળ વધશે. રાષ્ટ્રપતિ (ગોટબાયા રાજપક્ષે) ને ટાંકીને જયનાથ કોલમ્બેઝે કહ્યું કે, રણનીતિક સુરક્ષાની દ્રષ્ટિએ અમે ‘ભારત ફર્સ્ટ’ નીતિનું પાલન કરીશું. અમે ભારત માટે વ્યૂહાત્મક સલામતીનો ખતરો ન બની શકીએ અને અમારે તેવુ ન બનવુ જોઈએ.
વિદેશ સચિવ જયનાથ કોલમ્બેઝે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કહ્યું છે કે અમારે ભારત તરફથી લાભ લેવાની જરૂર છે, જ્યાં સુધી સલામતીની વાત છે ત્યાં સુધી આ અમારી પહેલી પ્રાથમિકતા છે. પરંતુ અમારે આર્થિક સમૃદ્ધિ માટે અન્ય દેશો સાથે પણ સારા સંબંધો બનાવવાના રહેશે. વિદેશ સચિવે વધુમાં જણાવ્યું હતું કે શ્રીલંકા હંમેશાં ભારતનાં વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરશે, તેમજ તટસ્થ વિદેશી નીતિને આગળ વધારશે. પોતાના નિવેદનમાં, લીઝ પર ચીનને બંદર આપવાની ભૂલ સ્વીકારીને, તેમણે કહ્યું હતું કે હંબનટોટા બંદરને ચીનને 99 વર્ષનાં લીઝ પર આપવાનો નિર્ણય એક મોટી ભૂલ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
