Not Set/ ચીનમાં પરત ફરી રહ્યો છે કોરોના, રેકોર્ડ કેસ આવ્યા સામે

  ચીનનાં હુબેઇ પ્રાંતનાં વુહાનથી ઉદભવેલો કોરોના વાયરસ કોઈપણ રીતે નિયંત્રિત થઇ રહ્યો નથી. સોમવારે દેશમાં ફરીથી કોવિડ-19 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ શિનજિયાંગ પ્રાંતમાં સામે આવ્યા છે જ્યાં 57 લોકોને કોરોના ચેપ હોવાનું નિદાન થયું છે. આ ઘટના બાદ દેશમાં રોગચાળાની તાજા લહેરોનો ભય વધ્યો છે. એપ્રિલ પછી આ પહેલીવાર છે જ્યારે કોરોના […]

World
93d20c4837b3c28c557b148e6c37e34d ચીનમાં પરત ફરી રહ્યો છે કોરોના, રેકોર્ડ કેસ આવ્યા સામે
 

ચીનનાં હુબેઇ પ્રાંતનાં વુહાનથી ઉદભવેલો કોરોના વાયરસ કોઈપણ રીતે નિયંત્રિત થઇ રહ્યો નથી. સોમવારે દેશમાં ફરીથી કોવિડ-19 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ શિનજિયાંગ પ્રાંતમાં સામે આવ્યા છે જ્યાં 57 લોકોને કોરોના ચેપ હોવાનું નિદાન થયું છે. આ ઘટના બાદ દેશમાં રોગચાળાની તાજા લહેરોનો ભય વધ્યો છે. એપ્રિલ પછી આ પહેલીવાર છે જ્યારે કોરોના કેસ આટલા ઉચ્ચ સ્તરે આવ્યા છે. એપ્રિલમાં ચીનનાં કેટલાક શહેરોમાં ક્લસ્ટર્સ મળી આવ્યા હતા.

સોમવારે ચીનમાં જે નવા કેસો પ્રકાશિત થયા છે તે ત્રણ જુદા જુદા પ્રાંતથી સામે આવ્યા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે અહેવાલ આપ્યો છે કે, શિનજિયાંગની પ્રાદેશિક રાજધાની ઉરુમ્કીમાં જુલાઇની મધ્યમાં અચાનક કોરોના બ્લાસ્ટ થયો હતો. આ ઉપરાંત, પૂર્વોત્તર લિયાઓનિંગ પ્રાંતનાં ડાલિયાન શહેરમાં 14 કેસ મળ્યા હતા. બીજા પાડોશી પ્રાંત જિલિનમાં વધુ બે કેસ મળ્યા હતા અને આ પ્રાંત ઉત્તર કોરિયા સાથે સરહદ ધરાવે છે. સોમવારે જે કેસો પ્રકાશમાં આવ્યા છે, તેમાંથી ચાર એવા કિસ્સા છે જેમાં અન્ય દેશોની મુસાફરી કરીને ચીન આવતા લોકોમાં આ ચેપ જોવા મળ્યો છે.

રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગયા અઠવાડિયે જ ચાર પ્રાંતની મુલાકાત લીધી હતી. ચીનમાં આ પ્રકારનાં 302 કેસો પર નજર રાખવામાં આવી રહી છે જે એસિમ્ટમેટિક છે. સોમવાર સુધીમાં, દેશમાં 331 લોકોને ચેપ લાગ્યો છે અને તેમાંથી 21 લોકોની હાલત ગંભીર છે. એપ્રિલ 14 પછી કોરોના વાયરસનાં કેસોમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે, જ્યારે અચાનક 89 કેસ મળી આવ્યા હતા, જેમાંથી મોટાભાગનાં બહારનાં હતા. ચીનનાં અધિકારીઓનું કહેવું છે કે લોકોનું ડાલિયનમાં મોટા પાયે ટેસ્ટિંગ થઇ રહ્યુ છે. શિનજિયાંગમાં ઉરુમ્કીમાં પણ ટેસ્ટિંગનાં બીજો તબક્કો લોન્ચ કરી દેવામાં આવ્યો છે જેથી તે લોકોની ખબર પડી શકે છે જેમને ખોટી રીતે નેગેટિવ કરાર કરી દેવામાં આવ્યા હતા.

ઉરુમ્કીની વસ્તી 35 લાખ છે જ્યારે અત્યાર સુધીમાં 23 લાખ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ડાલિયાન અને ઉરુમ્કી બંને શહેરોમાં કડક લોકડાઉન લાગુ કરાયુ છે. અધિકારીઓએ વાયરસ સાથે લડવાનો આ સમય અહીં યુદ્ધ તરીકે ગણાવ્યો છે. જો કે, હજી સુધી તે જાણી શકાયું નથી કે શિનજિયાંગમાં જે ક્લસ્ટરો સામે આવ્યા છે, તેનું કારણ શું છે, જેના કારણે કુલ 178 લોકોને ચેપ લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.