Not Set/ ચીન અને પાકિસ્તાન સરહદે સતત વધી રહેલી ઘુસણખોરી પર નજર રાખવા સેટેલાઈટની મદદ લેવાશે

ભારતને લગતી ચીન અને પાકિસ્તાન સરહદે સતત વધી રહેલી ઘુસણખોરીની ઘટનાઓ અને વિવાદો વચ્ચે ભારત સરકારે મહત્વનું પગલું ભર્યું છે. આ સરહદો પર નજર રાખવા હવે મોદી સરકાર સેટેલાઈટની મદદ લેશે. જેના દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓ પર ITBP, BSF અને સેનાને રિયલ ટાઈમ માહિતી મળી શકશે… મળતી માહિતી મુજબ આ સમગ્ર ગતિવિધિ પર નજર રાખવા […]

World Tech & Auto

ભારતને લગતી ચીન અને પાકિસ્તાન સરહદે સતત વધી રહેલી ઘુસણખોરીની ઘટનાઓ અને વિવાદો વચ્ચે ભારત સરકારે મહત્વનું પગલું ભર્યું છે. આ સરહદો પર નજર રાખવા હવે મોદી સરકાર સેટેલાઈટની મદદ લેશે. જેના દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓ પર ITBP, BSF અને સેનાને રિયલ ટાઈમ માહિતી મળી શકશે… મળતી માહિતી મુજબ આ સમગ્ર ગતિવિધિ પર નજર રાખવા માટે દિલ્હી- NCRમાં એક હેડક્વાર્ટર પણ બનાવવામાં આવી શકે છે.. ગૃહમંત્રાલય દ્વારા મળતી માહિતી પ્રમાણે આ સેટેલાઈટ સિસ્ટમને લઈને ગૃહમંત્રાલય સાથે ITBP, BSF, SSB અને ISROના અધિકારીઓ સાથે બેઠક પણ થઈ ગઈ છે. જેથી એક વાત તો સ્પષ્ટ છે કે, જો આ સિસ્ટમ કાર્યરત થશે તો ભારત-પાકિસ્તાન, ભારત-બાંગ્લાદેશ, ભારત-ચીન અને ભારત-નેપાળ બોર્ડર પર થનારી ઘુસણખોરી અટકાવવામાં મોટી સફળતા મળશે…આ સિસ્ટમ કાર્યરત થયા બાદ ડોકલામ જેવી ઘટનાઓ તેમજ, પાકિસ્તાન તરફથી ભારતમાં વારંવાર થતી આતંકવાદીઓની ઘુસણખોરી અટકાવવામાં અને બાંગ્લાદેશ સરહદેથી ભારતમાં થતી દાણચોરી પર નજર રાખવામાં મદદ મળશે. દિલ્હી NCRમાં બનનારો કંટ્રોલ રુમ સરહદ પર તહેનાત ફોર્સ માટે કાર્ય કરશે. જેના દ્વારા સૈનિકોને કમાંડ આપવામાં આવશે.