Not Set/ ચીન પર એકવાર ફરી ભડક્યા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો શું કહ્યું

કોરોના મહામારીથી સમગ્ર વિશ્વનાં દેશ ત્રાહિમામ પોકારી રહ્યા છે. કોરોના સંક્રમણોની સતત વધતી સંખ્યાએ વિશ્વની મહાસત્તા અમેરિકાને ખરાબ રીતે હચમચાવી નાખી છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 લાખ 37 હજારને વટાવી ગઈ છે. વળી સુપર પાવર અમેરિકાએ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 1 લાખ 31 હજારથી વધુ નાગરિકો ગુમાવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી, યુ.એસ. માં […]

World
d0e2e0e031928ad71a32df3494bc9dfb ચીન પર એકવાર ફરી ભડક્યા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો શું કહ્યું

કોરોના મહામારીથી સમગ્ર વિશ્વનાં દેશ ત્રાહિમામ પોકારી રહ્યા છે. કોરોના સંક્રમણોની સતત વધતી સંખ્યાએ વિશ્વની મહાસત્તા અમેરિકાને ખરાબ રીતે હચમચાવી નાખી છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 લાખ 37 હજારને વટાવી ગઈ છે. વળી સુપર પાવર અમેરિકાએ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 1 લાખ 31 હજારથી વધુ નાગરિકો ગુમાવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી, યુ.એસ. માં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા દરરોજ 50 થી 52 હજાર આવી રહી છે, જે ચિંતાનું કારણ બની રહ્યુ છે. આ દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીન પર નિશાન સાધ્યું છે.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, વિશ્વભરમાં કોરોના રોગચાળો ફેલાવવા માટે ચીન જવાબદાર છે. ચીન પર નિશાન સાધતા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, વિશ્વને કોરોના રોગચાળો આપવાની સંપૂર્ણ જવાબદારી ચીનની છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસ અને અન્ય રોગો ચીનથી આવ્યા છે. ચીન ચીજોને છુપાવી રાખે છે, દુનિયાને છેતરી રહ્યો છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં વાયરસ ફેલાયેલો છે. ટ્રમ્પે કહ્યું કે વિશ્વમાં કોરોના વાયરસનાં ફેલાવા માટે ચીનને સંપૂર્ણ જવાબદાર ગણવું જોઇએ અને તેણે સંપૂર્ણ જવાબદારી લેવી જ જોઇએ.

વળી યુએસ રાષ્ટ્રપતિનાં મુખ્ય સલાહકાર પીટર નવારોએ કહ્યું છે કે, ચીને જાણી જોઈને વિશ્વભરમાં કોરોના વાયરસનો ફેલાવો કર્યો છે. ચીને ઇરાદાપૂર્વક તેના સંક્રમિત નાગરિકોને દેશની બહાર મોકલ્યા જેથી વાયરસ વિશ્વભરમાં ફેલાય અને લાખો લોકો તેમાં ફસાઇ જાય. તેમણે કહ્યું કે કોરોના વાયરસનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવ્યો છે. અમેરિકા જ નહીં, વિશ્વનાં ઘણા દેશો કોરોના વાયરસ માટે ચીનને દોષી ઠેરવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.