Not Set/ ચોંકાવનારા સર્વે તારણો આવ્યા સામે : દેશનાં લાખો લોકો કોરોના ચેપથી આપમેળે સાજા પણ થઈ ગયા..!

દેશનાં લાખો લોકો કોરોના ચેપ લાગ્યા પછી આપમેળે સાજા પણ થઈ ગયા, ટ્રીટમેન્ટની વાત તો દૂર છે, એમને કોરોના થયો છે, એ ખબર પણ ન હતી!. દેશના 70 જિલ્લાઓમાંથી 24 હજાર સેમ્પલનું પરિક્ષણ કર્યાં બાદ જાણવા મળી રહી છે આવી ચોંકાવનારી વિગતો. એન્ટીબોડીઝ દ્વારા જાણવા મળ્યું કે, 15થી 30% લોકો સંક્રમિત હતાં. કોરોનાથી ડરવાની જરૂર નથી, માત્ર સાવધાની […]

Uncategorized
2cc8a258172d114bf216ec99e364d8ac 1 ચોંકાવનારા સર્વે તારણો આવ્યા સામે : દેશનાં લાખો લોકો કોરોના ચેપથી આપમેળે સાજા પણ થઈ ગયા..!

દેશનાં લાખો લોકો કોરોના ચેપ લાગ્યા પછી આપમેળે સાજા પણ થઈ ગયા, ટ્રીટમેન્ટની વાત તો દૂર છે, એમને કોરોના થયો છે, એ ખબર પણ ન હતી!. દેશના 70 જિલ્લાઓમાંથી 24 હજાર સેમ્પલનું પરિક્ષણ કર્યાં બાદ જાણવા મળી રહી છે આવી ચોંકાવનારી વિગતો. એન્ટીબોડીઝ દ્વારા જાણવા મળ્યું કે, 15થી 30% લોકો સંક્રમિત હતાં. કોરોનાથી ડરવાની જરૂર નથી, માત્ર સાવધાની રાખવી જરુરી છે.  ઇમ્યુનિટી સારી હશે તો કોઈ જ લક્ષણો દેખાડ્યા વગર કોરોના આપોઆપ મટી પણ જશે. 

એક જબરદસ્ત સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ દેશની વસતીનો મોટો હિસ્સો કોરોના વાયરસના ચેપ બાદ આપોઆપ સ્વસ્થ થઈ ગયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના તાજેતરના સર્વેમાં આ વાત બહાર આવી છે. આ સીરોલોજીકલ સર્વે વસતીમાં કોરોનાની પહોંચ અને અસરની ખાતરી કરવા માટે હાથ ધરવામાં આવ્યો હતો. તેના મુજબ હોટસ્પોટ શહેરોની એક તૃતીયાંશ વસતીમાં ચેપ ફેલાયો હતો. આ દર્દીઓ જાતે જ સાજા થઇ ગયા. તેમના શરીરમાં એન્ટિબોડીઝ મળી આવ્યા છે.

સર્વેનો શરૂઆતનો રિપોર્ટ કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રી કાર્યાલયને સોંપી દેવામાં આવ્યો છે. ICMR સેરોલોજીકલ સર્વેમાં દેશના ૭૦ જિલ્લાઓમાંથી આશરે ૨૪ હજાર લોકોના નમૂના લેવામાં આવ્યા હતા. સીરોસર્વેમાં ખાસ એન્ટીબોડીઝની ઓળખ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.  

ICMRએ શોધી કાઢયું છે કે હાઈ કેસલોડવાળા જિલ્લાના કેટલાંક કન્ટેનમેંટ વિસ્તારોમાં ૧૫ થી ૩૦ ટકા વસતી સંક્રમિત થઈ ચૂકી છે. આઈસીએમઆર ને હજુ બીજા ૮ જિલ્લાઓના ડેટા કમ્પાઈલ કરવાના બાકી છે. બાકી જિલ્લાના ડેટા દર્શાવે છે કે ઘણાં કંટેનમેંટ વિસ્તારોમાં ઇન્ફેકશન સાઇઝ ત્યાં મળેલા કેસીસના ૧૦૦ ગણાથી વધુ ૨૦૦ ગણી વધારે છે. જેમાં મુંબઇ, દિલ્હી, અમદાવાદ અને ઇન્દોર જેવા શહેરો શામેલ છે. આનો અર્થ એ થયો કે નોંધાયેલ અહેવાલો કરતા કોરોના ગીચતાવાળી વસતીમાં ફેલાયો છે.

આઇસીએમઆર રિપોર્ટ કહે છે કે ટાયર ૨ અને ટાયર ૩ શહેરોમાં વાયરસનો પ્રસાર ઓછો થયો છે. બ્લડ સેમ્પલના એન્ટીબોડી ટેસ્ટ ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપે છે. તેનાથી શરીરમાં એન્ટિબોડીઝની ખબર પડે છે, જે દર્શાવે છે કે તમે વાયરસનો શિકાર બન્યા હતા કે નહીં. એન્ટિબોડીઝ એ પ્રોટીન છે જે ઇન્ફેકશન સામે લડવામાં મદદ કરે છે. આ સર્વે માટે અનેક રાજ્યોના અનેક જિલ્લાઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સર્વે સાબિત કરે છે કે, કોરોનાથી ફાટી પડવાની જરૂર નથી, માત્ર સાવધાની રાખવી. ઇમ્યુનિટી સારી હશે તો કોઈ જ લક્ષણો દેખાડ્યા વગર કોરોના આપોઆપ મટી પણ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews