છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિહોદ ગામે એકજ પરિવારના ચાર લોકોનાં તાડી પીધા બાદ મોત નિપજ્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સિહોદ ગામે ઘર નજીક તાડના ઝાડમાંથી તાડી પીતા તેની ઝેરી અસર થતા એક જ પરિવારનાં ચારેય સભ્યોને ઝેરી અસર થઇ હોવાના કારણે અને ઝેર શરીરમાં ફેલાઇ જવાનાં કારણે ગત રાત્રે મૃત્યુ પામ્યા હતા. ઝાડમાંથી તાડ તોડી પીધા બાદ તમામ તબિયત બગડતા ગંભીર હાલતમાં પાનવડ સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતા, બાદ તેમની પરિસ્થતિ વધુ નાજુક જણાંતા છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમિયાન ચારેયનું મૃત્યુ થયેલ હતું.
મળતી માહિતી પ્રમાણે તાડના ઝાડ ઉપર મધ માખી મારવા માટે ઝેરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વરસાદ પડતા મઘમાખી માટે છાંટવામાં આવેલી ઝેરી દવા તાડીમાં મિશ્રિત થઈ જતા તાળી ઝેરી બની ગઇ હોવાથી અને તે તાડીનું આ તમામ ચાર લોકોએ સીધુ સેવન કર્યું હોવાને કારણે મોત થયાનુ સામે આવી રહ્યું છે. જો કે, આ તાડી એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓ દ્વારા પીવામાં આવી હતી, તેમાથી ચારનાં મોત નિપજ્યા છે, જ્યારે પાંચમાંથી એક વ્યક્તિ જે એક મહિલા છે તે હાલ પણ સારવાર હેઠળ હોવાનું સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
