Not Set/ જય રણછોડ માખણચોર’ના ઉન્માદ સાથે શાંતિપૂર્ણ 140મી રથયાત્રા સંપન્ન થઈ

આ રથયાત્રામાં  લાખો લોકોએ જગતના નાથના દર્શન કરવાનો લ્હાવો લીધો…  આ રથયાત્રામાં 19 ગજરાજો, ૩૦ અખાડા, 101 ટેબ્લો ,૧૮ ભજનમંડળી, ૧૨૦૦ ખલાસીઓ, ૨ હજારથી વધુ સંતો પણ જોડાયા હતા… ભક્તોએ ૨૫ હજાર કિગ્રા મગ, ૬ હજાર કિગ્રા જાંબુ, ૩૦૦ કિગ્રા કેરી, ૩૦૦ કિગ્રા કાકડી-દાડમના પ્રસાદનો આસ્વાદ મેળવી અમૃત ચાખવા મળ્યું હોય તેવી અનૂભૂતિ કરી હતી…. […]

Uncategorized

આ રથયાત્રામાં  લાખો લોકોએ જગતના નાથના દર્શન કરવાનો લ્હાવો લીધો…  આ રથયાત્રામાં 19 ગજરાજો, ૩૦ અખાડા, 101 ટેબ્લો ,૧૮ ભજનમંડળી, ૧૨૦૦ ખલાસીઓ, ૨ હજારથી વધુ સંતો પણ જોડાયા હતા… ભક્તોએ ૨૫ હજાર કિગ્રા મગ, ૬ હજાર કિગ્રા જાંબુ, ૩૦૦ કિગ્રા કેરી, ૩૦૦ કિગ્રા કાકડી-દાડમના પ્રસાદનો આસ્વાદ મેળવી અમૃત ચાખવા મળ્યું હોય તેવી અનૂભૂતિ કરી હતી…. મહત્વનુ છે કે અમદાવાદમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને ગોવાળવેશના સ્વરૂપમાં દર્શન આપ્યા. જે માટે ભગવાન જગન્નાથજીની ખાસ યદુવંશી પાઘડી ચાંદીની અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરવામાં આવ્યા….   રથયાત્રામાં 30 અખાડા અને 101 ટેબ્લોએ ખાસ આકર્ષણ જમાવ્યું….રથયાત્રામાં સામેલ ટેબ્લોમાં કેટલાક સૂચક બેનરોએ લોકોને આકર્ષિત કર્યા હતા. તો અલગ-અલગ થીમ પર આધારિત કેટલાક ટેબ્લો જોડાયા હતા..તો સાથે જ સર્વધર્મ સમભાવને સાર્થક કરતા ટેબ્લો કોમી એકતાના દર્શન કરાવતા હતા.. આ ઉપરાંત દર વર્ષની જેમ આ વખતે પણ રથયાત્રામાં કરતબબાજો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા….રથયાત્રામાં આખાડાના ઉસ્તાદો અને કરતબબાજ પણ જોવા મળ્યા.. આ કરતબબાજોએ લોકોએ પોતાના કરતબો બતાવી ચકિત કર્યા…