Not Set/ જેકલિન ફર્નાન્ડિઝે છોડ્યો સલમાનનો ફાર્મ હાઉસ, તુરંત દોડી મુંબઈ, જાણો શું છે કારણ

લોકડાઉન શરૂ થયું ત્યારથી જ જેકલીન ફર્નાન્ડિઝ પનવેલ સ્થિત સલમાન ખાનનાં ફાર્મ હાઉસમાં છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે જેકલીન ફર્નાન્ડિઝે સલમાન ખાનનો ફાર્મ હાઉસ છોડી ચુકી છે. પિંકવિલાનાં અહેવાલ મુજબ, જેક્લીન ફર્નાન્ડિઝ મુંબઈમાં પોતાની એક મિત્ર માટે પરત ફરી છે. આ રીતે, જેકલીન ફર્નાન્ડિઝ પોતાની મિત્રને મુશ્કેલ સમયમાં પોતાનો ટેકો આપવા માટે […]

Uncategorized

લોકડાઉન શરૂ થયું ત્યારથી જ જેકલીન ફર્નાન્ડિઝ પનવેલ સ્થિત સલમાન ખાનનાં ફાર્મ હાઉસમાં છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે જેકલીન ફર્નાન્ડિઝે સલમાન ખાનનો ફાર્મ હાઉસ છોડી ચુકી છે. પિંકવિલાનાં અહેવાલ મુજબ, જેક્લીન ફર્નાન્ડિઝ મુંબઈમાં પોતાની એક મિત્ર માટે પરત ફરી છે. આ રીતે, જેકલીન ફર્નાન્ડિઝ પોતાની મિત્રને મુશ્કેલ સમયમાં પોતાનો ટેકો આપવા માટે તેની સાથે રહેવા ગઈ છે.

પિંકવિલાનાં અહેવાલ મુજબ, “જેક્વેલિન ફર્નાન્ડીઝની મિત્ર લોકડાઉન દરમિયાન મુંબઇમાં એકલી રહેતી હતી. બંને નજીકનાં મિત્રો છે અને તેઓ વચ્ચે વાતો થતી રહેતી હતી. જેકલીનને ખબર પડી કે તેની મિત્ર કેટલી અસ્વસ્થ અને તણાવમાં છે, તે તુરંત જ પનવેલ છોડી અને તેની સાથે રહેવા ચાલી ગઇ છે. જ્યારે તેના મિત્રને તેની સૌથી વધુ જરૂર છે, તે સમયે જેક્લીન તેની સાથે જ રહેશે.

આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન 31 જુલાઇ સુધી વધાર્યું છે. આવી સ્થિતિમાં, જેક્લીન ફર્નાન્ડીઝે તેના મિત્રને એકલતા અને તાણથી બચાવવાનો નિર્ણય લીધો છે. સલમાન ખાનનાં ફાર્મ હાઉસમાંથી જેક્લીન ફર્નાન્ડિસે બે ગીતો રિલીઝ કર્યા હતા, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.