Not Set/ જે દિવસે કોંગ્રેસ સત્તામાં આવશે તે દિવસે ત્રણેય કાળા કાયદાને પાછા ખેંચી લેશે – રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા અને વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ નવા કૃષિ બીલ(સુધારણા)ને લઈ કેન્દ્ર સરકાર પર પંજાબમાંથી આકરા પ્રહાર કર્યો હતા. સરકાર પર પ્રહાર કરવાની સાથે સાથે રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે, જો સરકારને આ બિલ પસાર કરાવવુ જ હતું તો સૌથી પહેલા લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા કરવી જોઈતી હતી. રાહુલ ગાંધીએ એવી પણ જાહેરત કરી હતી કે, […]

Uncategorized
7cd649cd898343165b9667f8c6853ada 1 જે દિવસે કોંગ્રેસ સત્તામાં આવશે તે દિવસે ત્રણેય કાળા કાયદાને પાછા ખેંચી લેશે - રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા અને વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ નવા કૃષિ બીલ(સુધારણા)ને લઈ કેન્દ્ર સરકાર પર પંજાબમાંથી આકરા પ્રહાર કર્યો હતા. સરકાર પર પ્રહાર કરવાની સાથે સાથે રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે, જો સરકારને આ બિલ પસાર કરાવવુ જ હતું તો સૌથી પહેલા લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા કરવી જોઈતી હતી. રાહુલ ગાંધીએ એવી પણ જાહેરત કરી હતી કે, હું ખેડૂતોને વિશ્વાસ અપાવુ છું કે, જે દિવસે કોંગ્રેસ સત્તામાં આવી તે દિવસે ત્રણેય કાળા કાયદાને પાછા ખેંચી લેશે અને આ કૃષિ બીલને કચરાપેટીમાં ફેંકી દેશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે પંજાબના મોગા ખાતે ખેડૂતોની ટ્રેક્ટર રેલીને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર APMC ખતમ કરવા માંગે છે અને ઈચ્છે છે કે ખેતીનું આખે આખુ બજાર જ અંબાણી અને અદાણીના હવાલે કરી દેવામાં આવે પણ કોંગ્રેસ પાર્ટી આમ થવા નહીં દે.

ઉલ્લખનીય છે કે, તાજેતરમાં જ સંસદના ચોમાસુ સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં સત્તાધારી મોદી સરકારે ત્રણ કૃષિ સુધારા બીલ પસાર કર્યા હતાં. આ બિલને લઈને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.રાહુલ ગાંધીએ કૃષિ બિલને લઈને કહ્યું હ્તું કે, જો ખેડૂતો આ નવા કાયદથી ખુશ છે તો પછી દેશભરમાં તેઓ પ્રદર્શન કેમ કરી રહ્યાં છે? પંજાબમાં ખેડૂતો પ્રદર્શન કેમ કરી રહ્યાં છે. રાહુલે કહ્યું હતું કે, કોરોના કાળમાં આ ત્રણેય કાયદા લાગુ કરવાની એવી તે શું ઉતાવળ હતી.રાહુલ ગાંધીએ મોદી સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, હું ખેડૂતોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, કોંગ્રેસ દેશભરના ખેડૂતોની પડખે છે અને કોંગ્રેસ પોતાના વાયદાથી એક ઈંચ પણ પીછેહટ નહીં કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews