અમદાવાદઃ ઓબીસી એક્તા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, બીજેપીની સરકારે ટાટા પાસેથી જે તે સમયે 9 હજાર કરોડ લીધા હતા. જેમાથી 4 હજાક કરોડ રૂપિયા પાર્ટી ફન્ડ માટે લઇને ભાજપે સરકાર બનાવી હતી. અલ્પેશે સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, તમે ફક્ત ટાટા નૈનો માટે જ બેઠા છો. તેણે સરકારને કહ્યું હતું કે, ગુંડાદર્ગી કરીને ક્યાં સુધી રોકશો, ટાટામાં રોકશો તો, હોન્ડમાં અને હોન્ડામાં રોકશો તો મારૂતિમાં જઇશું.
અલ્પેશ ઠાકોર દ્વારા ટાટા નૈનોમાં નોકરીની માંગ સાથે તાળાબંધી કરવનો કાર્યક્રમ આપ્યો હતો. જ્યાં ટાટા નૈનોમાં સ્થાનિક યુવાનોને નોકરી આપવા માટે જણાવ્યું હતું.
