Not Set/ પોતાના મૃત્યુના સમાચાર પર અનુરાગ કશ્યપનો જવાબ, યમરાજ પોતે ઘરે મૂકી ગયા…

બોલિવૂડ અભિનેતા અને નિર્માતા કમલ આર ખાન ઉર્ફ કેઆરકે તેના અપમાનજનક નિવેદનો માટે ઘણીવાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં કમલ આર ખાને ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ વિશે એક ટ્વીટ કર્યું છે જે વાયરલ થઈ રહ્યું છે. કેઆરકેએ અનુરાગ કશ્યપની એક તસ્વીર શેર કરી અને લખ્યું કે હવે તે આ દુનિયામાં નથી રહ્યા. […]

Uncategorized

બોલિવૂડ અભિનેતા અને નિર્માતા કમલ આર ખાન ઉર્ફ કેઆરકે તેના અપમાનજનક નિવેદનો માટે ઘણીવાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં કમલ આર ખાને ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ વિશે એક ટ્વીટ કર્યું છે જે વાયરલ થઈ રહ્યું છે. કેઆરકેએ અનુરાગ કશ્યપની એક તસ્વીર શેર કરી અને લખ્યું કે હવે તે આ દુનિયામાં નથી રહ્યા.

કમલ આર ખાને અનુરાગ કશ્યપની તસ્વીર સાથે ટ્વીટમાં લખ્યું છે કે, ‘તમારા આત્માને શાંતિ મળે. અનુરાગ કશ્યપ. તે ખૂબ જ સારો અને મહાન વાર્તાકાર હતો. સાહેબ અમે હંમેશા તમને યાદ રાખીશું. આ પોસ્ટ પછી લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે જ સમયે, ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે આ ટ્વિટના જવાબમાં લખ્યું, ‘ગઈ કાલે યમરાજનાં દર્શન થયા… આજે યમરાજ જાતે ઘરે પરત મૂકી ગયા. કહ્યું – તમારે હજી વધુ ફિલ્મો બનાવવી પડશે. જો તમે કોઈ ફિલ્મ નહીં બનાવો અને મૂર્ખ લોકો / ભક્તો તેનો બહિષ્કાર નહીં કરે, તો તેમનું જીવન સાર્થક નહીં થાય. તેમને સાર્થકતા મળે એ માટે  પાછા મૂકી ગયા મને.

આપને જણાવી દઈએ કે અનુરાગ કશ્યપ અને કમલ આર ખાન બંને સોશિયલ મીડિયા પર તેમના ટ્વીટ્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ચોક્ડ’ નેટફ્લિક્સ પર રીલિઝ થઈ છે, જેને દર્શકોને દ્વારા ખુબ પસંદ કરવામાં અવી છે. કમલ આર ખાનની વાત કરવામાં આવે તો, ભલે તે આજકાલ ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તેઓ સતત ચાહકો સાથે જોડાયેલા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.