Not Set/ ટ્રમ્પે કહ્યુ બે અઠવાડિયામાં આવશે સારા સમાચાર, તો શું અમેરિકાએ કોરોનાની રસી તૈયારી કરી લીધી?

  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસનાં કહેરને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવાનું શરૂ કરી દીધું છે અને કહ્યું છે કે, આ વર્ષનાં અંત સુધીમાં કોરોના રસી તૈયાર થાય તેવી સંભાવના છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કેરોલિનામાં મતદારોને બતાવવાનો પ્રયાસ કર્યો કે તે રોગચાળા સામે લડવા તૈયાર છે. ટ્રમ્પે કહ્યું, “હું બધા અમેરિકન લોકોને સોશિયલ ડિસ્ટસિંગનું પાલન […]

World

 

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસનાં કહેરને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવાનું શરૂ કરી દીધું છે અને કહ્યું છે કે, આ વર્ષનાં અંત સુધીમાં કોરોના રસી તૈયાર થાય તેવી સંભાવના છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કેરોલિનામાં મતદારોને બતાવવાનો પ્રયાસ કર્યો કે તે રોગચાળા સામે લડવા તૈયાર છે.

ટ્રમ્પે કહ્યું, “હું બધા અમેરિકન લોકોને સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવા, સ્વચ્છતા જાળવવા, ગીચ વિસ્તારો અને બારથી અંતર રાખવા અને યોગ્ય સમયે માસ્ક પહેરવાની સલાહ આપું છું.” ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત ઉત્તર કેરોલિનાનાં ફૂજિફિલ્મ પ્લાન્ટની મુલાકાત દરમિયાન કહી, જ્યાં રસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સમય દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર જગ્યાઓ પર બીજીવાર માસ્ક પહેર્યુ, પહલીવાર ત્યારે પહેર્યુ હતુ જ્યારે આ મહિનાની શરૂઆતમાં વોશિગ્ટનની પાસે  વોલ્ટર રીડ મેડિકલ સેંટરની મુલાકાત કરવા ગયા હતા.

રસીકરણ બનાવવાનાં સવાલ પર મેં ઘણી સકારાત્મક વાતો સાંભળી છે, પરંતુ વર્ષનાં અંત સુધીમાં, રસી તૈયાર થવાની સંપૂર્ણ સંભાવના હોય તેવું લાગે છે. કોવિડ-19 ની સારવાર સંદર્ભે અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે મને લાગે છે કે આગામી બે અઠવાડિયામાં આપણી પેસ ખરેખર કોંઇ સારા સમાચાર હશે. આગામી બે અઠવાડિયામાં કેટલીક ઘોષણાઓ કરવામાં આવશે. વ્હાઇટ હાઉસે જણાવ્યુ કે, યુ.એસ.નાં ચેપનાં કેસો જૂનથી ઝડપથી વધી રહ્યા છે, જેનાથી અમેરિકાએ કોરોનાની સ્થિતિ પર વિશ્વમાં પ્રથમ સ્થાન બનાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.