કોરોનાની સામે વિશ્વ શક્તિ અમેરિકા સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઇ ગયુ છે. કોરોનાનાં કારણે યુ.એસ. માં અત્યાર સુધીમાં સૌથી વધુ મોત નીપજ્યાં છે. એવી આશા રાખવામાં આવી હતી કે કોરોનાની ગતિ ધીમી થશે, પરંતુ તે બન્યુ નહી. આ વખતે શુક્રવારે ફરીથી યુ.એસ. માં રેકોર્ડ મોત કોરોના વાયરસને કારણે થયા છે. કોરોનાને કારણે મૃત્યુઆંક 24 કલાકમાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 2,448 લોકોનાં મોત નીપજ્યાં છે.
આપને જણાવી દઇએ કે, અમેરિકામાં કોરોનાને કારણે 75,543 લોકો મૃત્યુ પામ્યા છે, જે પોતાને વિશ્વની સામે એક મહાસત્તા તરીકે રજૂ કરે છે. કોરોનાને કારણે અમેરિકાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, અહીં આ રોગચાળાથી મૃત્યુઆંક 75,000 ને વટાવી ગયો છે. વળી એશિયામાં આ વાયરસથી 10,000 થી વધુ મોત થઇ છે. જ્યારે સ્વીડનમાં કોરોના રોગચાળાને કારણે 3,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
US records 2,448 #coronavirus deaths in the past 24 hours, bringing the total toll to 75,543 according to Johns Hopkins University: AFP news agency
— ANI (@ANI) May 8, 2020
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાયરસ યુએસ ઇતિહાસનો સૌથી ખરાબ તબક્કો છે. તેમણે કહ્યું હતું કે કોરોના ચેપ પર્લ હાર્બર હુમલો અને 9/11 નાં આતંકી હુમલો કરતા પણ ખરાબ છે. યુ.એસ.ની એક એજન્સીએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે યુ.એસ. માં કોરોના વાયરસનો અસલી વિનાશ જૂનમાં જોવા મળી શકે છે. તેમના અહેવાલ મુજબ, યુ.એસ. માં, જૂનમાં, કુલ 2 લાખ કોરોના વાયરસનાં કેસ આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
