Not Set/ માલદીવ્સમાં બ્રિટીશ કાળની કલાકૃતિઓને કુહાડીથી તોડી નાખી, સરકારે આપ્યું આ કારણ

કોલંબો માલદીવ્સના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન દ્વારા બ્રિટીશ કાળની કેટલીક મૂર્તિઓને ઇસ્લામ ધર્મ માટે અપમાનજનક જાહેર કર્યા બાદ પોલીસે કુહાડી અને અન્ય ઉપકરણથી મંગળવારે તેને તોડી દીધી હતી. યામીને જુલાઈમાં આ મૂર્તિઓને તોડવા માટેનો આદેશ આપ્યો હતો જેનો અમલ શુક્રવારે કરવામાં આવ્યો હતો.   જેસન દ્વારા બનાવવામાં આવેલી આ મૂર્તિઓને માલદીવના એક રિસોર્ટમાં અડધી ડૂબે તેમ […]

World Trending

કોલંબો

માલદીવ્સના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન દ્વારા બ્રિટીશ કાળની કેટલીક મૂર્તિઓને ઇસ્લામ ધર્મ માટે અપમાનજનક જાહેર કર્યા બાદ પોલીસે કુહાડી અને અન્ય ઉપકરણથી મંગળવારે તેને તોડી દીધી હતી.

Image result for maldives statue destroyed

યામીને જુલાઈમાં આ મૂર્તિઓને તોડવા માટેનો આદેશ આપ્યો હતો જેનો અમલ શુક્રવારે કરવામાં આવ્યો હતો.

Image result for maldives statue destroyed

 

જેસન દ્વારા બનાવવામાં આવેલી આ મૂર્તિઓને માલદીવના એક રિસોર્ટમાં અડધી ડૂબે તેમ ધાતુના એક સાધનમાં રાખવામાં આવી હતી.

Image result for maldives statue destroyed

જુલાઈમાં જયારે આ મૂર્તિઓને લગાવવામાં આવી હતી ત્યારે કેટલાક ધર્મગુરુએ તેની આલોચના કરી હતી. તમને જણાવી દઈએ કે આ મૂર્તિઓનો મુસ્લિમ ધર્મથી કોઈ નાતો નથી.

Image result for maldives statue destroyed

યામીને જુલાઈમાં કહ્યું હતું કે કોરાલારીયમ સીરીઝની આ મૂર્તિના લીધે ઘણાય લોકોની તેના વિરુદ્ધની ભાવના જોઇને તેમણે મૂર્તિઓને નષ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.

જો કે અત્યાર સુધી આ મૂર્તિ નષ્ટ શા માટે કરવામાં આવી તેનું સાચું કારણ જાણવા નથી મળ્યું. નવાઈની વાત તો એ છે કે ચૂંટણીમાં યામીનની હર બાદ તરત જ આ મૂર્તિને તોડવામાં આવી છે.

માલદીવમાં સ્થાનિક મીડીયાએ તેમની પોસ્ટમાં મૂર્તિને તોડતા હોય તેવા વિડીયો શેર કર્યા છે.